યુદ્ધ લડતાં પહેલાં યૂક્રેનના સૈનિકો સ્પર્મ ફ્રીઝ કરી રહ્યા છે, મહિલાઓ 20 વર્ષ સુધી કરી શકશે ઉપયોગ
Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધને એક વર્ષનો સમય પસાર થવા આવ્યો છે. તેની વચ્ચે યૂક્રેન સરકારે યુદ્ધમાં ભાગ લઈ રહેલા સૈનિકોના સ્પર્મ ફ્રીઝ કરવાની કવાયત શરૂ કરી છે.
કીવ: રશિયા અને યૂક્રેન વચ્ચેના યુદ્ધને એક વર્ષનો સમય પસાર થવા આવ્યો છે. તેની વચ્ચે યૂક્રેન સરકારે યુદ્ધમાં ભાગ લઈ રહેલા સૈનિકોના સ્પર્મ ફ્રીઝ કરવાની કવાયત શરૂ કરી છે. તેના માટે સૈનિકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જેથી યુદ્ધના સમયે સૈનિક ઈજાગ્રસ્ત થાય કે પછી તેમની ઘર વાપસી ન થઈ શકે તો તેમનો વંશ આગળ વધતો રહે.
20 વર્ષ સુધી સ્પર્મનો ઉપયોગ કરી શકશે:
રશિયા સામે યુદ્ધ લડી રહેલા યૂક્રેનના નાગરિક કિરકૈચ એન્ટોનેંકોનું કહેવું છે કે જે મહિલાઓની પાસે પોતાના મૃત પતિનું સ્પર્મ હશે તે તેનો ઉપયોગ 20 વર્ષ દરમિયાન ગમે ત્યારે કરી શકે છે. જેના કારણે આ કવાયતથી પ્રેરાઈને લગભગ 40 ટકા સૈનિકોએ પોતાના સ્પર્મ ફ્રીઝ કરવાનું શરૂ કરી દીધું છે. સૈનિકોની પત્નીઓ પણ સોશિયલ મીડિયા પર આ અંગે કેમ્પેઈન ચલાવી રહી છે.
આ પણ વાંચોઃ ભારતીય મૂળનો US માં જલવો, મનપ્રીત મોનિકા સિંહ બન્યા અમેરિકાના પહેલા મહિલા શીખ જજ
યુદ્ધની શરૂઆતમાં બર્બાદ થઈ હતી ફર્ટિલિટી ઈન્ડસ્ટ્રી;
રશિયા અને યુક્રેન યુદ્ધની શરૂઆતમાં રશિયાના હુમલાથી યૂક્રેનની ફર્ટિલિટી ઈન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ હતી. તેમાં ચીન, અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, ઈટલી અને સ્પેનથી લોકો સરોગેસી માટે આવતા હતા. આ પ્રમાણે દેશના સૌથી મોટા ફર્ટિલિટી ક્લિનિકને યૂક્રેન ફરીથી પાટા પર લાવી રહ્યું છે.
ક્લિનિકને 80 ટકા સુધી પાછું લાવવાની કવાયત:
સ્પર્મ ફ્રીઝ એકઠા કરવાની આ પહેલને હીરો નેશન કહેવામાં આવી રહ્યું છે. સરકાર યૂક્રેનમાં સરોગેસી ક્લિનિકને ફરીથી પાટા પર લાવવાનો પ્રયાલ કરી રહી છે. તેનાથી ઈન્ડસ્ટ્રી યુદ્ધના પહેલાંની ક્ષમતાના લગભગ 80 ટકા સુધી પાછું લાવવાની કવાયત છે. બીજીબાજુ રશિયા સાથે જૂની દુશ્મની રાખનારા ચેચેન, ક્રીમિયાઈ, તાતાર અને પૂર્વ સોવિયત ગણરાજ્યના લોકો યૂક્રેનની સેનાની સાથે યુદ્ધમાં ઉતરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Viral News: અહીં ટ્રેનોમાં પેન્ટ પહેર્યા વગર ચડી ગઈ મહિલાઓ, કારણ જાણીને નવાઈ લાગશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube