Viral News: અહીં ટ્રેનોમાં પેન્ટ પહેર્યા વગર ચડી ગઈ મહિલાઓ, કારણ જાણીને નવાઈ લાગશે
No Trousers in Tube Day 2023: ટ્રેનમાં ક્યારેક તો તમે મુસાફરી કરી હશે. ટ્રેનોમાં વિભિન્ન સંસ્કૃતિ અને બોલી બોલનારા લોકો મળે છે. અલગ અલગ પ્રકારના કપડાં પહેરતા લોકો પણ ટ્રેનોમાં જોવા મળે છે. પરંતુ એક એવી ઘટના સામે આવી છે જ્યાં મહિલાઓ પેન્ટ પહેર્યા વગર જ ટ્રેનોમાં ચડી ગઈ. તમને આ વાંચીને નવાઈ લાગશે પરંતુ આ સાચુ છે.
Trending Photos
No Trousers in Tube Day 2023: ટ્રેનમાં ક્યારેક તો તમે મુસાફરી કરી હશે. ટ્રેનોમાં વિભિન્ન સંસ્કૃતિ અને બોલી બોલનારા લોકો મળે છે. અલગ અલગ પ્રકારના કપડાં પહેરતા લોકો પણ ટ્રેનોમાં જોવા મળે છે. પરંતુ એક એવી ઘટના સામે આવી છે જ્યાં મહિલાઓ પેન્ટ પહેર્યા વગર જ ટ્રેનોમાં ચડી ગઈ. તમને આ વાંચીને નવાઈ લાગશે પરંતુ આ સાચુ છે.
વાત જાણે એમ છે કે આ મામલો લંડનનો છે. અહીં રવિવારે ટ્યૂબ અને સબવેનો અલગ જ નજારો જોવા મળ્યો. ભારે સંખ્યામાં મહિલાઓ અને પુરુષો ટ્યૂબમાં પેન્ટ પહેર્યા વગર જોવા મળ્યા. લંડનમાં અંડરગ્રાઉન્ડ મેટ્રોને ટ્યૂબ કહેવામાં આવે છે. લોકોએ જૂતા અને બાકી કપડા તો પહેરી રાખ્યા હતા પરંતુ પેન્ટ નહતા. આ લોકો નો ટ્રાઉઝર ડે મનાવી રહ્યા હતા. આ સતત 12મું વર્ષ હતું જ્યારે ટ્યૂબમાં નો ટ્રાઉઝર ડે મનાવવામાં આવ્યો. લંડનમાં આ કાર્યક્રમ સ્ટિફ અપર લિપ સોસાઈટીએ આયોજિત કરાવ્યો હતો. તેની શરૂઆત 2002માં ન્યૂયોર્કમાં થઈ હતી. ત્યારબાદ દુનિયાના બાકી હિસ્સાઓમાં સેલિબ્રેટ થવા લાગ્યો.
કેમ કરાયો આયોજિત
ચોંકાવનારી વાત છે કે આ આયોજનનો કોઈ ખાસ હેતુ નહતો. આ ફક્ત મોજ મસ્તી માટે કરાયો હતો. તેમાં ટ્રેનોમાં સફર કરતી વખતે ટ્રાઉઝર એટલે કે પેન્ટ પહેરવાનું હોતું નથી. રિપોર્ટ્સ મુજબ તેમાં ભાગ લેનારાઓએ એવું દેખાડવાનું હોય છે કે જાણે તેઓ પોતાનું પેન્ટ ઘરે ભૂલી ગયા. સોશયિલ મીડિયા પર આ ઈવેન્ટને લઈને અલગ અલગ પ્રકારના રિએક્શન જોવા મળી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે મને બર્લિન યાદ આવી ગયું. ત્યાં પહેલીવાર મને આવો નજારો જોવા મળ્યો હતો. હાડકા થીજવી દે તેવી ઠંડીમાં લોકો ફક્ત અન્ડરવિયરમાં હતા.
જુઓ લાઈવ ટીવી
સોશિયલ મીડિયા પર તસવીરો
સોશિયલ મીડિયા પર નો ટ્રાઉઝર ડેની તસવીરો જોવા મળી રહી છે. કમેન્ટ્સ કરનારાઓનું માનીએ તો જાણે તસવીરોનું પુર આવી ગયું છે. એક યૂઝરે લખ્યું કે કોરોના કાળમાં લોકો અંડરવિયર અને હાફ પેન્ટ પહેરીને ઝૂમ કોલ્સમાં સામેલ થયા હતા. એક યૂઝરે લખ્યું કે નો ટ્રાઉઝર ડે જેવું કઈ હોય છે તે આજે ખબર પડી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે