UN જળવાયુ પરિવર્તન સંમેલન: માત્ર વાતો નહીં, કામ કરવું પડશે-પીએમ મોદી
અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રોના વડામથક ખાતે જળવાયુ પરિવર્તન સંમેલનને યુએનના વડા એન્ટોની ગુટેરસે ખુલ્લુ મુક્યું હતું. તેમણે સંમેલનમાં સૌ પ્રથમ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, જળવાયુ પરિવર્તન આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા છે અને વિશ્વનાં દેશોએ તેના સમાધાન માટે આગળ આવવું પડશે.
ન્યૂયોર્કઃ સંયુક્ત રાષ્ટ્રમાં જળવાયુ પરિવર્તન સમિટમાં વડાપ્રધાન મોદીએ કાર્યક્રમને સંબોધિત કરતા જણાવ્યું કે, "જળવાયુ પરિવર્તન એક ગંભીર મુદ્દો છે. માત્ર વાતો નહીં પરંતુ હવે કામ કરવું પડશે. ભારતે પર્યાવરણ સંરક્ષણ માટે અનેક પગલાં લીધા છે. સિંગય યુઝ પ્લાસ્ટિ માટે સરકારે અભિયાન ચલાવ્યું છે." સંયુક્ત રાષ્ટ્રો દ્વારા આયોજિત આ જળવાયુ પરિવર્તન સંમેલનમાં દુનિયાના 60 દેશ ભાગ લઈ રહ્યા છે.
અમેરિકાના ન્યૂયોર્કમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રોના વડામથક ખાતે જળવાયુ પરિવર્તન સંમેલનને યુએનના વડા એન્ટોની ગુટેરસે ખુલ્લુ મુક્યું હતું. તેમણે સંમેલનમાં સૌ પ્રથમ સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, જળવાયુ પરિવર્તન આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા છે અને વિશ્વનાં દેશોએ તેના સમાધાન માટે આગળ આવવું પડશે.
USમાં પીએમ મોદીની ધૂમ, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનનો કોઈ ભાવ પણ પુછતું નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74મા સત્રમાં વાર્ષિક મંચ પર ભારતનો અવાજ રજૂ કરવા પહોંચ્યા છે. અહીં તેઓ જળવાયુ પરિવર્તન સંમેલન ઉપરાંત એસડીજી અને વૈશ્વિક આરોગ્ય અંગેના સંમેલનમાં પણ ભાગ લેવાના છે. પીએમ મોદીએ કહ્યું કે, "આ વર્ષે સ્વતંત્રતા દિવસ પ્રસંગે અમે દેશભરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે અભિયાન ચલાવ્યું છે. મને આશા છે કે, તેનાથી વૈશ્વિક સ્તરે સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે જાગૃતિ અભિયાન ચલાવશે."
પીએમ મોદીએ કહ્યું કે, "જળવાયુ પરિવર્તન આખી દુનિયા માટે ગંભીર મુદ્દો છે. લાલચ નહીં જરૂરિયાત, એ આપણાં માર્ગદર્શક મૂલ્ય છે. ભારતે મિશનલ જલ-જીવન શરૂ કર્યું છે. કુદરતી સંસાધનોનું સંરક્ષણ કર્યું છે. અમે જલ સંસાધનના વિકાસ, જલ સંરક્ષણ અને વરસાદી પાણીના સંગ્રહ માટે જલજીવન મિશન શરૂ કર્યું છે."
178 વર્ષ જૂની ટ્રાવેલ કંપની 'થોમસ કૂકે' ફૂંક્યૂં દેવાળું, લાખો પ્રવાસીઓ ફસાયા
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, "અમે ભારતમાં પરિવહન ક્ષેત્રે ઈ-મોબિલિટી પર ભાર મુકી રહ્યા છીએ. ભારત બાયો-ફ્યુલ મિલાવીને પેટ્રોલ-ડિઝલ બનાવવા પર કામ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે અમારા સોલાર એલાયન્સ સાથે દુનિયાના 80 દેશ જોડાઈ ચૂક્યા છે."
24 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી અંગે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આ કાર્યક્રમમાં તેઓ ત્રણ વસ્તુઓની શરૂઆત કરશે. ત્યાર પછી પીએમ મોદીનું ગેટ્સ ફાઉન્ડેશન તરફથી 'ગ્લોબલ ગોલકીપર એવોર્ડ' દ્વારા સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત, પીએમ મોદી બ્લૂમબર્ગના સીઈઓની પણ મુલાકાત લેવાના છે.
જુઓ LIVE TV....