Lockdownની સાઈડ ઈફેક્ટ, દુનિયામાં વધશે જન્મદર, ભારતમાં જન્મશે આટલા કરોડ બાળકો
કોરોના મહામારીના સંક્રમણને રોકવા માટે લોકડાઉન ભલે મદદગાર સાબિત થઈ રહ્યું હોય પરંતુ તેની સાઈડ ઈફેક્ટ્સ પણ ઓછી નથી. સંયુક્ત રાષ્ટ્ર (UN)એ એક એવી જ સાઈડ ઈફેક્ટ તરફ ઈશારો કર્યો છે. UNનું અનુમાન છે કે કોરોનાને મહામારી જાહેર કરવાથી લઈને નવ મહિનાના સમયગાળામાં જન્મદરમાં જબરદસ્ત વધારો જોવા મળશે. આ દરમિયાન ભારત અને ચીનમાં સૌથી વધુ બાળકો જન્મ લેશે. પહેલેથી જ વધતી વસ્તીના કારણે પરેશાન દેશો માટે લોકડાઉનની આ નકારાત્મક અસર પરેશાનીમાં વધારો કરશે.
નવી દિલ્હી: કોરોના મહામારીના સંક્રમણને રોકવા માટે લોકડાઉન ભલે મદદગાર સાબિત થઈ રહ્યું હોય પરંતુ તેની સાઈડ ઈફેક્ટ્સ પણ ઓછી નથી. સંયુક્ત રાષ્ટ્ર (UN)એ એક એવી જ સાઈડ ઈફેક્ટ તરફ ઈશારો કર્યો છે. UNનું અનુમાન છે કે કોરોનાને મહામારી જાહેર કરવાથી લઈને નવ મહિનાના સમયગાળામાં જન્મદરમાં જબરદસ્ત વધારો જોવા મળશે. આ દરમિયાન ભારત અને ચીનમાં સૌથી વધુ બાળકો જન્મ લેશે. પહેલેથી જ વધતી વસ્તીના કારણે પરેશાન દેશો માટે લોકડાઉનની આ નકારાત્મક અસર પરેશાનીમાં વધારો કરશે.
કોરોનાકાળમાં ચમત્કાર, ભારતે બનાવી નાખી 'FELUDA', જાણો કોરોનાને નાથવા માટે કઈ રીતે ઉપયોગી?
યુનિસેફના એક રિપોર્ટમાં કહેવાયુ છે કે 11 માર્ચથી લઈને 16 ડિસેમ્બર વચ્ચેના આ નવ મહિનામાં દુનિયાભરમાં 116 મિલિયન બાળકો જન્મશે. મહામારીના ઓછાયામાં જન્મ લેનારા આ બાળકોની સાથે તેમની માતાઓના સ્વાસ્થ્યને લઈને પણ આ રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતની વાત કરીએ તો અહીં ડિસેમ્બર સુધીમાં 2 કરોડથી વધુ બાળકો જન્મે તેવું અનુમાન છે. આ સંખ્યા સમગ્ર દુનિયામાં સૌથી વધુ છે.
ભારત બાદ આ મામલે બીજા નંબરે ચીનને રાખવામાં આવ્યું છે. યુએનની સમીક્ષા મુજબ ચીનમાં 1.35 કરોડ બાળકો જન્મ લેશે. એ જ રીતે પાડોશી દેશ પાકિસ્તાનમાં 50 લાખ, નાઈજિરિયામાં 60.4 લાખ, ઈન્ડોનેશિયામાં 40 લાખ બાળકો જન્મશે. જ્યારે અમેરિકા અંદાજિત જન્મદરના મામલે 6ઠ્ઠા સ્થાને છે. અહીં 30 લાખથી વધુ બાળકો જન્મ દેશે તેવું અનુમાન કરાયું છે. ન્યૂયોર્કમાં તો અધિકારીઓએ વૈકલ્પિક જન્મકેન્દ્રોની વ્યવસ્થા કરવાનું પણ શરૂ કરી દીધુ છે. કારણ કે અનેક ગર્ભવતી મહિલાઓ હોસ્પિટલમાં બાળકોને જન્મ આપવાને લઈને ચિંતત છે.
વિકાસશીલ દેશોને જોખમ
યુનિસેફના એક્ઝીક્યુટિવ ડાઈરેક્ટર હેનરિટા ફોરે આ વૈશ્વિક રિપોર્ટમાં જણાવ્યું છે કે કોવિડ-19ના પ્રકોપના કારણે જીવનરક્ષક સ્વાસ્થ્ય સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. જેના કારણે નવજાત અને માતા બંનેના જીવન સંકટમાં પડી શકે છે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં આ જોખમ વધુ છે. ભારતે સોશિયલ ઈન્ડિકેટરમાં ઘણી પ્રગતિ કરી છે પરંતુ હજુ પણ અનેક દેશોની સરખામણીમાં માતૃ સ્વાસ્થ્ય, ગર્ભનિરોધક અને રસીકરણ જેવા મામલામાં પાછળ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-4) મુજબ, ભારતીય મહિલાઓમાં એનિમિયાનો વ્યાપકતા દર 2005-06માં 55 ટકા હતો અને 2015-16માં 53ટકા થયો એટલે કે આ મામલે સામાન્ય સુધારો જોવા મળ્યો.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube