‘તિતલી’થી થયેલા નુકસાન પર યૂએન જનરલ સેક્રેટરીએ વ્યક્ત કર્યું દુ:ખ, કહ્યું- સહયોગ અપવા તૈયાર
સંયુક્ત રાષ્ટ્ર જનરલ સેક્રેટરી ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત તિતલીથી વરસાદ અને ભૂસ્ખલનમાં લોકોના મોત અને ઘાયલ થાયાના સમાચારથી શોક વ્યક્ત કર્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્ર જનરલ સેક્રેટરી એતોનિયો ગુતારેસે ઓડિશા અને આંધ્ર પ્રદેશમાં ચક્રવાત તિતલીથી વરસાદ અને ભૂસ્ખલનના કારણે જાનમાલના ભારે નુકસાન પર શોક વ્યક્ત કર્યો છે. સાથે તેમણે કહ્યું હતું કે વર્લ્ડ બોડી ડિઝાસ્ટરનો સામનો કરવા માટે સરકારના પ્રયાસોમાં સહયોગ આપવા માટે તૈયાર છે.
વાંચવા માટે ક્લિક કરો: હરિયાણાના આ નેતા જેમને કોંગ્રેસે કરી હતી ઓફર, PAK ના PM બન્યા, કરવામાં આવી હત્યા
ગુતારેસના પ્રવક્તાની તરફથી સોમવારે આપવામાં આવેલા એક નિવેદન અનુસાર, જનરલ સેક્રેટરી ઓડિશા અને આંધ્રપ્રદેશમાં ચક્રવાત તિતલીથી વરસાદ અને ભૂસ્ખલનમાં લોકોના મોત અને ઘાયલ થાયાના સમાચારથી શોક વ્યક્ત કર્યો છે. ગુતારેસે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર આ આફતની સામે લડવા માટે ભારત સરકારના પ્રયાસને સહયોગ આપવા માટે તૈયાર છે અને મુશ્કેલ સમયમાં ભારતની સાથે મજબુતીથી ઉભા છીએ.
વાંચવા માટે ક્લિક કરો: બીજિંગ: ઘુંઘના માટે પ્રદૂષણ નહી પરફ્યૂમ-હેર જેલ જવાબદાર છે: નિષ્ણાંતો
ઉલ્લેખનીય છે કે 11 ઓક્ટોબરે ચક્રવાત તિતલીથી ઓડિશામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 27 થઇ ગઇ છે. કુલ 3,06,353 લોકોને 1,614 રાહત કેન્દ્રો પર પહોંચાડવામાં આવ્યા છે. ઓડિશાના લાખો લોકો ચક્રવાતી તોફાનથી પ્રભાવિત છે અને ગંજામ, ગજપતિ અને રાયગઢ જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે. ત્યારે આંધ્ર પ્રદેશમાં હજારો મકાન ક્ષતિગ્રસ્ત થયા છે.
વાંચવા માટે ક્લિક કરો: એક દેશ આવો પણ છે જ્યાં બેઘર લોકોને રસ્તા પર રાત વિતાવવા પર લાગ્યો પ્રતિબંધ
સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે આફતમાં મૃત્ય પામનારા લોકોના પરિજન, સરકાર તથા ભારતની જનતા પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે સાથે ઘાયલો જલ્દી સ્વસ્થ થઇ જાય તેવી પ્રાર્થના કરી છે.