ન્યૂયોર્કઃ UN High-Level Meeting On Afghanistan: અફઘાનિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્રની હાઈ લેવલ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ કે, ભારતે અફઘાનિસ્તાનના ભવિષ્યમાં સંયુક્ત રાષ્ટ્રની કેન્દ્રીય ભૂમિકાનું સતત સમર્થન કર્યુ છે. અફઘાનિસ્તાન એક મહત્વના અને પડકારજનક સમયમાંથી પસાર થઈ રહ્યુ છે. અફઘાનિસ્તાનના નજીકના પાડોશીના રૂપમાં ત્યાંના ઘટનાક્રમ પર ભારત નજર રાખી રહ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદેશ મંત્રીએ કહ્યુ કે, અફઘાનિસ્તાન પ્રત્યે ભારતનો પોતાના દ્રષ્ટિકોણ લોકોની સાથે ઐતિહાસિક મિત્રતા દ્વારા નિર્દેશિત રહ્યું છે. આગળ પણ આમ થતું રહેશે. ભૂતકાળમાં પણ અમે સમાજની માનવીય જરૂરીયાતોમાં યોગદાન આપ્યું છે. 


આ સાથે તેમણે કહ્યું- અમારી મિત્રતા બધા 34 (અફઘાન) પ્રાંતોમાં ભારતીય વિકાસ પરિયોજનાઓમાં જોવા મળે છે. ગંભીર આપાત સ્થિતિમાં ભારત પહેલાની જેમ અફઘાન લોકોની સાથે ઊભુ રહેવા તૈયાર છે. આંતરરાષ્ટ્રીય સમુદાયને સર્વોત્તમ સંભવ, સક્ષમ વાતાવરણ બનાવવા માટે એક સાથે આવવું જોઈએ. 


આ પણ વાંચોઃ સપનામાં રાચતા પાકિસ્તાનને આ શું કહી દીધુ અફઘાનિસ્તાને? પળભરમાં સપનું ચકનાચૂર


એસ જયશંકરે કહ્યુ કે, અફઘાનિસ્તાનના રાજકીય, આર્થિક, સામાજીક અને સુરક્ષા સ્થિતિમાં વ્યાપક ફેરફાર અને તેના પરિણામ સ્વરૂપ માનવીય જરૂરીયાતોમાં પણ પરિવર્તન થયું છે. યાત્રા અને સુરક્ષિત અવરજવરનો મુદ્દો માનવીય સહાયતામાં અવરોધ બની શકે છે, જેનો તત્કાલ ઉકેલ લાવવો જોઈએ. જે લોકો અફઘાનિસ્તાનમાં જવા અને બહાર આવવા ઈચ્છે છે, તેને કોઈ મુશ્કેલી વગર આવી સુવિધાઓ આપવી જોઈએ. 


ઉલ્લેખનીય છે કે યૂએનની અફઘાનિસ્તાન પર હાઈ લેવલ બેઠક એવા સમયમાં થઈ જ્યારે દેશમાં તાલિબાને પોતાની કાર્યવાહક સરકારની જાહેરાત કરી દીધી છે. તાલિબાને અફઘાનિસ્તાન પર કબજા બાદ મહિલાઓને અધિકાર અને શાંતિ આપવાની વાત કહી હતી. પરંતુ ત્યાંની સ્થિતિ ચિંતાજનક બનેલી છે. કો-એજ્યુકેશન પર પ્રતિબંધ લગાવી દીધો છે અને બર્બરતાના સમાચારો પણ આવી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube