Currancy Swap: સપનામાં રાચતા પાકિસ્તાનને આ શું કહી દીધુ અફઘાનિસ્તાને? પળભરમાં સપનું ચકનાચૂર
તાલિબાને પાકિસ્તાનને આખરે તેની ઔકાત દેખાડી દીધી છે.
Trending Photos
નવી દિલ્હી: તાલિબાને પાકિસ્તાનને આખરે તેની ઔકાત દેખાડી દીધી છે. પાકિસ્તાનના એક મંત્રીએ અફઘાનિસ્તાન સાથે કારોબારના બદલે પાકિસ્તાની મુદ્રામાં રકમ લેવાની ઓફર કરી હતી. અફઘાનિસ્તાને પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારની આ ઓફર ઠુકરાવતા કહ્યું કે પહેલા તેણે પોતાના રૂપિયાની હાલત જોઈ લેવી જોઈએ.
અફઘાનિસ્તાના કલ્ચરલ કમીશનના સભ્ય અહમદુલ્લા વાસિકે કહ્યું કે પાકિસ્તાન જેવા પાડોશી દેશો સાથે કારોબાર માટે થતી લેવડદેવડ અફઘાની ચલણમાં જ થશે.
અત્રે જણાવવાનું કે આ નિવેદન એ અફવાઓ બાદ આવ્યું કે જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન જલદી અફઘાનિસ્તાન સાથે રૂપિયામાં કારોબાર શરૂ કરી શકે છે. જેનાથી તેના ચાલુ ખાતાની ખોટ (Current Account Deficit) ઓછું કરવામાં મદદ થશે. આ પ્રકારના રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતા વાસિકે કહ્યું કે આ ખબરોમાં કોઈ સચ્ચાઈ નથી કે પાકિસ્તાન સાથે મોટા કારોબારમાં તેમની કરન્સી યૂઝ થવાની છે. ગત અઠવાડિયે પાકિસ્તાનના નાણામંત્રી શૌકત તારિને કહ્યું હતું કે સરકાર ડોલરનો ભંડાર બચાવા માટે અફઘાનિસ્તાન સાથે કારોબારમાં રૂપિયાના પ્રયોગનું વિચારી રહી છે.
પાકિસ્તાનના વેપારીઓએ પણ આ વાતને વેપાર વધારવાના હેતુથી સારું પગલું ગણાવ્યું હતું. અફઘાનિસ્તાનની આ પ્રકારની પ્રતિક્રિયાથી તેમના અરમાનો પર હવે પાણી ફરી વળ્યું છે. કારોબારીઓનું કહેવું હતું કે આ પ્રકારના કરન્સી સ્વેપ એગ્રીમેન્ટથી બંને દેશ વચ્ચે કારોબારમાં ડોલરનો ઉપયોગ થશે નહીં. જેનાથી વિદેશી મુદ્રા સંબંધિત ખર્ચ અને રિઝર્વને બચાવવામાં મદદ મળશે.
શું હોય છે કરન્સી સ્વેપિંગ?
કરન્સી સ્વેપિંગનો અર્થ છે કે મુદ્રાની અદલાબદલી. જ્યારે બે દેશ કે બે વ્યક્તિ પોતાની નાણાકીય જરૂરિયાતોને કોઈ પણ નુકસાન વગર પૂરી કરવા માટે મુદ્રાની અદલાબદલી કરવાની સમજૂતિ કરે છે તો તેને કરન્સી સ્વેપિંગ કહે છે. ભારતે નેપાળ-ભૂટાન જેવા પાડોશી દેશો સાથે કરન્સી સ્વેપિંગ કરેલું છે. ભારતના પાંચ રૂપિયાની વેલ્યું નેપાળના આઠ રૂપિયા બરાબર છે.
એક્સચેન્જ રેટ
વિનમય દર કે એક્સચેન્જ રેટ મુદ્રાની વેલ્યુમાં કોઈ પણ ઉતાર ચડાવની અનિશ્ચિત સ્થિતિથી બચવા માટે ફિક્સ દર પર કરન્સી સ્વેપિંગની સમજૂતિ થાય છે. વિનિમય દર કે એક્સચેન્જ રેટનો અર્થ બે અલગ અલગ મુદ્રાઓની સાપેક્ષ કિંમત નિર્ધારીત કરવાનું છે. દરરોજ રૂપિયા અને ડોલરની વેલ્યુ જોઈએ તો તેમાં થોડો ઘણો ઉતાર ચડાવ રોજ હોય છે. એક મુદ્રાની સાપેક્ષ બીજી મુદ્રાના વેલ્યુને એક્સચેન્જ રેટ કહે છે. તે બજાર જેમાં વિભિન્ન દેશોની મુદ્રાઓનું વિનિમય થાય છે તેને વિદેશી મુદ્રા બજાર કહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે