વોશિંગ્ટન: જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાના ભારત સરકારના નિર્ણય પર મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર તરફથી પ્રતિક્રિયા આવી છે. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કાશ્મીર પર ભારત-પાકિસ્તાનને સંયમ વર્તવાની અપીલ કરી છે. યુએન મહાસચિવના પ્રવક્તા સ્ટીફન દુજારિકે મંગળવારે કહ્યું કે તેઓ ભારતીય પક્ષના કાશ્મીરમાં પ્રતિબંધોના રિપોર્ટથી અવગત છે અને આ મામલે સંકળાયેલા તમામ પક્ષોને સંયમ વર્તવાની અપીલ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

J&K માટેના મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયોથી PAK સેનામાં હાહાકાર મચ્યો, લીધુ આ પગલું 


દુજારિકે કહ્યું કે તેમને ભારત અને પાકિસ્તાનમાં તહેનાત યુએન મિલેટ્રી ઓબ્ઝર્વર ગ્રુપ (યુએનએમઓજીઆઈપી) દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં રિપોર્ટ મળ્યો હતો કે એલઓસી પર સૈન્ય ગતિવિધિમાં વધારો થયો છે. અમે આ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિને લઈને ચિંતિત છીએ. અમે મામલા સંલગ્ન તમામ પક્ષોને સંયમ વર્તવાની અપીલ કરીએ છીએ. 


આ અંગે અમેરિકાએ પણ સોમવારે પ્રતિક્રિયા આપતા ભારત અને પાકિસ્તાનને એલઓસી પર શાંતિ જાળવવાની અપીલ કરી. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે યુએસ કાશ્મીરના હાલાત પર નજર રાખી રહ્યું છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...