નવી દિલ્હી : અત્યાર સુધી તમે કંપનીઓ દ્વારા સેટ ટાર્ગેટ પૂરો ન કરનાર કર્મચારીઓને સજા આપવા વિશે સાંભળ્યું હશે. જેમાં ઈન્સેન્ટીવ, ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશન રોકવાના સમાચાર આવે છે. પરંતુ ચીનની એક કંપનીએ આ મામલે તમામ હદ પાર કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ચીનની એક કંપની, જે ઘર ડેકોરેટ કરવાનું કામ કરે છે. તેણે પોતાની અપેક્ષા મુજબ કામ ન કરનાર ચીની કર્મચારીઓને એવી ભયાનક સજા આપી છે કે, માનવતા પણ શરમાઈ જાય. ચીનની ગુઈઝોઉ કંપનીમાં કર્મચારીઓને સજા તરીકે પેશાબ પીવું અને કોકરોચ ખાવાની ફરજ પાડવામાં આવી. એટલું જ નહિ, તેમની બેલ્ટથી પિટાઈ પણ કરવામાં આવે છે. અહીં સજા તરીકે કેટલાક કર્મચારીઓને માથુ મુંડવાની અને ટોયલેટના મગથી પાણી પીવાની પણ સજા ભોગવવી પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોશિયલ મીડિયા પર વાઈરલ થયો કિસ્સો
રોયટર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ એક રિપોર્ટ અનુસાર, આ અમાનવીય હરકતો ઉપરાંત કંપનીએ કર્મચારીઓની એક મહિનાની સેલેરી પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ મામલે ચીનના સોશિયલ મીડિયા પર તેજીથી વાઈરલ થઈ રહ્યો છે. કંપનીની આ ગંદી હરકતની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરી રહ્યાં છે. આ કિસ્સાની રોચક બાબત એ છે કે, અહીં કર્મચારીઓને આખી ઓફિસની સામે જ સજા આપવામાં આવે છે. એટલું જ નહિ, જે કર્મચારી ફોર્મલ ડ્રેસમાં તૈયાર થઈને ઓફિસમાં ન આવે, અને ચામડાના શૂઝ પહેરવાનું પણ ભૂલી જાય, તો તેમને 50 યુઆન (522 રૂપિયા)નો દંડ ભરવો પડે છે. 


ત્રણ મેનેજર્સને થઈ જેલ
સ્ટેટ મીડિયા મુજબ, કંપનીમાં કર્મચારીઓને કરાયેલી આ સજા માટે કેસ નોંધાયો હતો. પરંતુ મોટાભાગના કર્મચારીઓએ દંડ છતાં ત્યાં કામ કરવાનો નિર્ણય લીધો હતો. સ્થાનિક સાર્વજનિક સુરક્ષા બ્યુરો દ્વારા સોશિયલ મીડિાય પર કરવામાં આવેલ એક પોસ્ટ મજુબ, કંપનીના ત્રણ મેનેજરને બીજાને અપમાનિત કરવાના આરોપમાં 5 તેમજ 10 દિવસ માટે જેલ મોકલવામાં આવ્યા હતા. 


ચીનમાં મજૂરોને કરવી પડે છે આકરી મજૂરી
ચીનમાં મજૂરોની વિષમ પરિસ્થિતિને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે. ચીનમાં મજૂરોના હકની લડાઈ લડનારાઓના જણાવ્યા અનુસાર, ત્યાં મજૂરોને અપેક્ષાકૃત કડક શ્રમ, અક્ષ્મય ભૂલ, વધુ કલાક કામ કરુવં, નાના નાના ક્વાટરમાં રહેવું અને ઓછી મજૂરી જેવી સમસ્યાઓ સામે લડવું પડે છે.