એસ્કોર્ટ સર્વિસ આપતી એક મહિલાએ જ્યારે પોતાનો અનુભવ જણાવ્યો તો લોકોના મોઢા પહોળા થઈ ગયા. તેણે જણાવ્યું કે અનેક પત્નીઓ એવી પણ છે જે પોતાના પતિઓ માટે એસ્કોર્ટ્સ સર્વિસ બુક કરાવે છે. જેની પાછળનું કારણ એકદમ ચોંકાવનારું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

28 વર્ષની એસ્કોર્ટે કહ્યું કે તેને એવી મહિલાઓના અનેક ફોન આવે છે જે તેમના પતિઓ માટે સેવા બુક કરાવે છે. કોલ ક રનારી મહિલાઓની સંખ્યામાં હાલમાં ખાસ્સો વધારો જોવા મળ્યો છે. મહિલાઓ પતિઓ માટે 'કોલ ગર્લ' કેમ બુક કરાવે છે...પતિઓ માટે એસ્કોર્ટ સર્વિસ બુક કરવા પાછળનું તેણે કારણ પણ જણાવ્યું. 


મહિલાઓ બુક કરાવે છે એસ્કોર્ટ સર્વિસ
મીડિયા રિપોર્ટ મુજબ એસ્કોર્ટે જણાવ્યું કે સામાન્ય રીતે અમારી સર્વિસ બુક કરાવવા માટે પુરુષોના ફોન આવતા હતા. પરંતુ હવે મહિલાઓ પણ બુકિંગ કરાવવા માટે મારો સંપર્ક કરે છે. એસ્કોર્ટે જણાવ્યું કે તેણે આ પ્રકારના બુકિંગમાં ભારે વધારો જોયો છે. પત્ની પોતે પતિ માટે એસ્કોર્ટ સર્વિસ બુક કરાવે તેવું પહેલા તો ક્યારેક ક્યારેક જોવા મળતું હતું પરંતુ હવે તો અવારનવાર આવા કોલ આવે છે. 


કરાવાય છે આવા આવા કામ
ઓસ્ટ્રેલિયન એસ્કોર્ટે કહ્યું કે કેટલીક પત્નીઓ ફોન કરીને કપલ બુકિંગ કરે છે. એટલે કે પતિ અને પત્ની સાથે ત્રીજી મહિલા. બીજી એવી પણ મહિલાઓ હોય છે જે એસ્કોર્ટ સર્વિસ બુકિંગ એટલા માટે કરાવે છે કારણ કે તેમના ઘરે કોઈ વિશેષ આયોજન હોય છે, જશ્નનો માહોલ હોય છે. આવા પ્રસંગે તેમને એસ્કોર્ટ સર્વિસની જરૂર પડે છે. પરંતુ આ માટે સામાન્ય રીતે પુરુષ ફોન કરે છે. હવે મહિલાઓ પણ આ સેવા માટે કોલ કરવા લાગી છે. 


જ્યારે કપલ વર્ષગાંઠ જેવા કોઈ વિશેષ અવસરની ઉજવણી કરવા માંગતા હોય ત્યારે આવા અવસરો પર એસ્કોર્ટને બોલાવવામાં આવે છે અને તેમની પાસે કઈક બીજા જ કામ કરાવાય છે. જેમ કે તેમને બાળકોની દેખભાળ કરવાનું કહેવાય છે. કે પછી ઘરના કામમાં મદદ કરવાનું પણ કહેવાય છે. આ સાથે જ મહેમાનોની સેવા પણ કરાવામાં આવે છે. 


પતિઓ માટે એસ્કોર્ટ બુક કરે છે મહિલાઓ
આ બધા ઉપરાંત સૌથી વધુ એવી પણ મહિલાઓના ફોન આવે છે જે પોતાના જ પતિઓને એસ્કોર્ટ્સ પાસે મોકલે છે. આ થોડી વિચિત્ર છે. પરંતુ આ એવી મહિલાઓ હોય છે જેમના પતિનો દગો કરવાનો ઈતિહાસ રહ્યો છે. આવી મહિલાઓ કદાચ એટલા માટે પણ એસ્કોર્ટ સર્વિસ બુક કરાવતી હોય છે જેથી કરીને પતિને સારી રીતે પરખી શકે. 


આવી મહિલાઓ પતિઓ માટે એસ્કોર્ટ સર્વિસ તો જરૂર બુક કરે છે પરંતુ આ સાથે જ તેમને સુનિયોજિત રીતે ફ્રોડ કરવા માટે તેમની સેવા લેવા માંગે છે. કારણ કે પત્નીઓને ખબર હોય છે કે તેમના પતિ કોની સાથે છે. આમ કરીને તેઓ તેમના પતિઓને અજમાવવા માંગે છે. આ સાથે જ તેમનો ખેલ પણ ઉજાગર કરે છે.