નવી દિલ્હી: કોરોનાકાળમાં દેશભરમાં સ્વાસ્થ્ય વ્યવસ્થાઓની જવાબદારી સંભાળી રહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન વિશ્વ સ્વાસ્થ્ય સંગંઠન (WHO)ના 34 સભ્યોવાળા એક્ઝિક્યુટિવ બોર્ડના આગામી ચેરમેન (કાર્યકારી બોર્ડના અધ્યક્ષ) રહેશે. અધિકારીઓએ જણાવ્યું કે હર્ષવર્ધન 22મી મેના રોજ પદભાર સંભાળશે. તેઓ જાપાનના ડો.હિરોકી નકતાનીની જગ્યા લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

194 સભ્ય દેશોની વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં મંગળવારે ભારત તરફથી દાખલ કરાયેલા હર્ષવર્ધનના નામ પર નિર્વિરોધ પસંદગી ઉતરી. આ અગાઉ WHOના સાઉથ-ઈસ્ટ એશિયા ગ્રુપે ત્રણ વર્ષ માટે ભારતને બોર્ડ મેમ્બર્સમાં સામેલ કરવા પર સહમતિ વ્યક્ત કરી હતી. 


ભારત પાસે ચેરમેન પદ એક વર્ષ સુધી રહેશે
અધિકારીઓના જણાવ્યાં મુજબ 22મી મેના રોજ એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક થવાની છે. જેમાં હર્ષવર્ધનની પસંદગી નક્કી છે. બોર્ડના ચેરમેનનું પદ અનેક દેશોના અલગ અલગ ગ્રુપમાં એક એક વર્ષ પ્રમાણે અપાય છે. ગત વર્ષે નક્કી થયું હતું કે આગામી એક વર્ષ માટે આ પદ ભારત પાસે રહેશે.  હર્ષવર્ધન એક્ઝિક્યુટિવ બોર્ડની મીટિંગની અધ્યક્ષતા કરશે. આ બેઠક વર્ષમાં બે વાર થાય છે. પહેલી બેઠક જાન્યુઆરીમાં અને બીજી બેઠક મે મહિનાના અંતમાં. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube