સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્રની ડિઝાસ્ટર મિટીગેશન એજન્સીએ ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ તરફથી ચક્રવાત ફાનીની આગાહીની 'લગભગ અચૂક સટીકતા'ના વખાણ કર્યા છે. આ ચેતવણીઓએ લોકોને બચાવવા અને જાનહાનિને ખુબ ઓછી કરવામાં સટીક યોજના તૈયાર કરવામાં અધિકારીઓની મદદ કરી અને પુરી કાંઠા પાસે આ ચક્રવાત ટકરાયા બાદ વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકાયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓડિશા, પં.બંગાળમાં ઉત્પાત મચાવ્યાં બાદ નબળુ પડ્યું 'ફાની', બપોર સુધીમાં બાંગ્લાદેશ પહોંચશે


ભારતમાં છેલ્લા 20 વર્ષમાં આવેલા સૌથી ભયંકર તોફાને ભારતના પૂર્વ રાજ્ય ઓડિશાના દરિયાકાંઠે ટકરાયા બાદ ઓછામાં ઓછા 8 લોકોના જીવ લીધા. મંદિરોની નગરી ગણાતી પુરીમાં સમુદ્ર તટ પાસે સ્થિત વિસ્તારો અને અન્ય સ્થળો ભારે વરસાદ બાદ પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. જેનાથી રાજ્યના લગભગ 11 લાખ લોકો પ્રભાવિત થયા છે. ભારતીય હવામાન ખાતાએ ફાનીને 'અત્યંત ભયંકર ચક્રવાતી તોફાન'ની શ્રેણીમાં રાખ્યું હતું. 


સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ ફાનીની ગતિ પર બાજ નજર રાખીને બેઠી છે અને બાંગ્લાદેશમાં શરણાર્થી શિબિરોમાં રહેતા પરિવારોને બચાવવાના ઈન્તેજામ કરી રહી છે. આ તોફાન પશ્ચિમ બંગાળમાં અસર છોડ્યા બાદ હવે બાંગ્લાદેશ પહોંચી ગયું છે અને બાંગ્લાદેશ અલર્ટ મોડ પર છે. 


જુઓ LIVE TV


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...