આ દેશમાં ભૂખમરાથી થઇ શકે છે 20 લાખ લોકનું મોત, યુએનએ વ્યક્ત કરી આશંકા
સંયુક્ત રાષ્ટ્ર (UN)ના કટોકટી રાહત કોઓર્ડિનેટરે કહ્યું કે, જો સોમાલિયાને તાત્કાલીક આંતરરાષ્ટ્રીય મદદ નહીં મોકલવામાં આવે તો ગરમીની ઋતુના અંત સુધીમાં 20 લાખથી વધારે પુરૂષ, મહિલાઓ અને બાળકોનું ભૂખમારાથી મોત થઇ શકે છે.
સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્ર (UN)ના કટોકટી રાહત કોઓર્ડિનેટરે કહ્યું કે, જો સોમાલિયાને તાત્કાલીક આંતરરાષ્ટ્રીય મદદ નહીં મોકલવામાં આવે તો ગરમીની ઋતુના અંત સુધીમાં 20 લાખથી વધારે પુરૂષ, મહિલાઓ અને બાળકોનું ભૂખમારાથી મોત થઇ શકે છે.
વધુમાં વાંચો: ‘ભારતમાં નથી શુદ્ધ હવા-પાણી, સ્વચ્છતાની પણ નથી સમજણ’: ડોનાલ્ડ ટ્રમ્પ
યૂએનના એન્ડરસેક્રેટરી- જનરલ માર્ક લોકોકે કહ્યું કે, દુકાળ પડ્યા બાદ સોમાલીયાને લગભગ 70 કરોડ ડોલરની જરૂરીયા છે, વરસાદ ના થવાથી પશુઓનું મોત થઇ રહ્યું છે અન પાક નિષ્ફળ થઇ ગયો છે.
વધુમાં વાંચો: જે જગ્યાએથી હાફિઝ ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો, ત્યાં તેને નમાજ અદા ન કરવા દેવાઈ
તેમણે કહ્યું કે, યૂએનના કેન્દ્રીય કટોકટી રાહત કોષે દુકાળથી પ્રભાવિત ઇથોપિયા અને કેન્યા સાથે સાથે સોમાલિયામાં દૈનિક આવશ્યકતાની વસ્તુઓ, પાણી અને ખોરાકની જરૂરીયાત પૂરી કરવા માટે 4.5 કરોડ ડોલરની રકમ ફાળવવામાં આવે છે.
વધુમાં વાંચો: પાકિસ્તાનના 'ખાસ મિત્ર દેશ'માં જ મુસ્લિમો પર અત્યાચાર, અનેક મસ્જિદો તોડી, રમજાન સાવ ફિક્કો
માર્કે કહ્યું કે, સોમાલિયાની આબાદી 1.5 કરોડ છે. જેમાંથી 30 લાખ લોકો માત્ર ભોજનની ન્યૂનતમ જરૂરિયાતોને પૂરી કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. ભોજનની અછતની સ્થિતિ છેલ્લા શિયાળા કરતા ઘણી ખરાબ થઇ ગઇ છે.
જુઓ Live TV:-