દિવસમાં ત્રણ ટાઈમ વાટકો ભરી ડોગફૂડ ખાય છે આ વિદ્યાર્થી, કહ્યું- સ્વાદ નથી આવતો પરંતુ...
Student Eats Dog Food: યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ રેડિટ પર જણાવ્યું હતું કે, તે દરરોજ દિવસમાં 3 વખત માણસોના ખોરાકની જગ્યાએ ડોગફૂડ ખાય છે. કેમ કે, તે માણસોનું ખાવાનું ખરીદી શકતો નથી. તેણે જણાવ્યું કે હવે તેને ડોગફૂડની આદત પડી ગઈ છે.
Student Eats Dog Food: માણસ અને પ્રાણીઓને ભલે એક જેવા ટ્રીટ કરવામાં આવે, તેમને ભલે રહેવા માટે એક જેવી જગ્યા અને સુવિધા આપવામાં આવે, પરંતુ સત્ય છે કે તેમની ખાવા-પીવાની આદતો અને પાચન ક્ષમતામાં મોટું અંતર હોય છે. આ કારણ છે કે, માણસ અને પ્રાણીઓના ખોરાકમાં પણ અંતર હોય છે. એવામાં વિચારો કે જો કોઈ વ્યક્તિ કુતરા-બિલાડીઓનું ખાવાનું ખાય તો તેનું શું થયા?
યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ રેડિટ પર જણાવ્યું હતું કે, તે દરરોજ દિવસમાં 3 વખત માણસોના ખોરાકની જગ્યાએ ડોગફૂડ ખાય છે. કેમ કે, તે માણસોનું ખાવાનું ખરીદી શકતો નથી. તેણે જણાવ્યું કે હવે તેને ડોગફૂડની આદત પડી ગઈ છે. વિદ્યાર્થીએ વધુમાં જણાવ્યું કે તે નાસ્તામાં, ભોજન સમયે અને ચાના સમયે પણ ડોગફૂડ જ ખાય છે.
કેમ ડોગફૂડ ખાય છે વિદ્યાર્થી?
વિદ્યાર્થીએ પોતે રેડિટ પર લખ્યું હતું કે તે વાટકો ભરીને ડોગફૂડ ખાય છે, તેમાં તેને કોઈ સ્વાદ આવતો નથી. તેણે જણાવ્યું કે તે ડોગનો શુષ્ક ખોરાક જ ખાય છે, અત્યાર સુધી તેણે કોઈ ભીનો ખોરાક ખાધો નથી. જોકે, તેના રૂમ મેટ્સને પણ આ અંગે કોઈ જાણ ન હતી, પરંતુ તેના રૂમમાં અનાજની જગ્યાએ ડોગફૂડના પેકેટ્સ જોયા બાદ તેમને પણ શંકા ગઈ હતી. આખરે વિદ્યાર્થીએ આ અંગે તેના એક મિત્રને જાણાવ્યું હતું, આ વાત જાણી મિત્ર પણ આશ્ચર્યમાં મુકાઈ ગયો અને તેણે આ અંગે પૂછ્યું કે દરરોજ ડોગફૂડ ખાવાથી તેના સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર થતી નથી?
હોટલમાં બોયફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી હતી મહિલા, રૂમમાં પતિએ મારી એન્ટ્રી અને...
પૈસાની તંગીએ કર્યો મજબૂર
વિદ્યાર્થીના જણાવ્યા અનુસાર, તેણે પૈસાની તંગીના કારણે ડોગફૂડ ખાવું પડ છે. જોકે, આ પોસ્ટ પર ઘણા યૂઝર્સે રિએક્ટ કરતા જણાવ્યું કે ડોગફૂડ અને માણસોના ફૂડમાં પૈસાનું કેટલું અંતર હોય છે? ત્યારે કેટલાક યૂઝર્સે તેને ખરાબ સમયમાં ફૂડ બેંક જવા માટે સલાહ આપી. કેટલાક યૂઝર્સે એમ પણ કહ્યું કે સસ્તા ડોગફૂડમાં જે વસ્તુ હોય છે તે માણસના પાચન માટે યોગ્ય નથી. મોટાભાગના લોકોએ તેને જણાવ્યું કે સસ્તા ડોગફૂડમાં હાડકા અને બાકીની વસ્તુઓ ક્રશ કરીને નાખવામાં આવે છે, જે માણસોને નુકસાન પહોંચાડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube