સંયુક્ત રાષ્ટ્ર: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલાની કડક શબ્દોમાં નીંદા કરી. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતાં. હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરક્ષા પરિષદે આ ઘટનાના અપરાધીઓ, ષડયંત્રકારો, અને તેમને ફંડ ઉપલબ્ધ કરાવનારાને આ 'નિંદનીય કૃત્ય' માટે જવાબદાર ઠેરવવા અને તેમને ન્યાયના દાયરામાં લાવવાની જરૂરિયાતને રેખાંકિત કરી. સંયુક્ત રાષ્ટ્રની 15 શક્તિશાળી દેશોની આ પરિષદે પોતાના નિવેદનમાં પાકિસ્તાનના આતંકી સમૂહ જૈશ એ મોહમ્મદનું પણ નામ લીધું. 


J&K: સેના આકરા પાણીએ, સોપોરમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઘેર્યા, અથડામણ ચાલુ 


આ પરિષદમાં ચીન વીટોની ક્ષમતા ધરાવતું સ્થાયી સભ્ય છે. તેણે  પૂર્વમાં ભારત દ્વારા સુરક્ષા પરિષદ પ્રતિબંધ સમિતિ સામે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાવવાની માગણીના રસ્તામાં રોડો નાખ્યો હતો. અત્રે જણાવવાનું કે પાકિસ્તાને તો આ હુમલામાં તેનો હાથ હોવાનો જ ઈન્કાર કર્યો છે. જ્યારે આખુ વિશ્વ જાણે છે કે જૈશ એ મોહમ્મદ પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન છે અને પાકિસ્તાની સેના સાથે તેના ગાઢ સંબંધ છે. 


યુએનએસસી તરફથી જારી કરાયેલી એક પ્રેસ રિલિઝમાં જણાવવામાં આવ્યું છે કે સુરક્ષા પરિષદના સભ્યો 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં જઘન્ય અને કાયરતાપૂર્ણ રીતે થયેલા આત્મઘાતી હુમલાની કડક નીંદા કરે છે. જેમાં ભારતના અર્ધસૈનિક દળના 40 જવાનો શહીદ થઈ ગયાં હતાં અને આ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી હતી. નિવેદનમાં આતંકવાદને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ગંભીર જોખમોમાંથી એક ગણાવવામાં આવ્યો છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...