J&K: સોપોરમાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, 2 થી 3ને સુરક્ષાદળોએ ધેર્યા, સતત ફાયરિંગ ચાલુ

જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે આજે ફરીથી એકવાર અથડામણ શરૂ થઈ ગઈ છે. આ અથડામણ બારામુલ્લાના સોપોરના વારપોરા ગામમાં થઈ રહી છે. કહેવાય છે કે વિસ્તારમાં સુરક્ષાદળોએ 2 થી 3 આતંકીઓને ઘેરેલા છે. બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. સુરક્ષા દળોએ સુરક્ષા કારણોસર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાવી છે. આ સાથે જ વિસ્તારમાં કલમ 144 લાગુ છે. 

J&K: સોપોરમાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, 2 થી 3ને સુરક્ષાદળોએ ધેર્યા, સતત ફાયરિંગ ચાલુ

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે આજે ફરીથી એકવાર અથડામણ શરૂ થઈ ગઈ છે. આ અથડામણ બારામુલ્લાના સોપોરના વારપોરા ગામમાં થઈ રહી છે. સુરક્ષાદળોએ અથડામણમાં એક આતંકીનો ખાતમો બોલાવ્યો છે. કહેવાય છે કે વિસ્તારમાં 2 થી 3 આતંકીઓને સુરક્ષાદળોના જવાનોએ ઘેર્યા છે. બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. સુરક્ષા દળોએ સુરક્ષા કારણોસર વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરાવી છે. આ સાથે જ વિસ્તારમાં કલમ 144 લાગુ છે. 

અત્રે જણાવવાનું કે સોમવારે દક્ષિણ  કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે 16 કલાક અથડામણ ચાલી હતી જેમાં 14મી ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી હુમલામાં સંડોવાયેલા આતંકીઓ કામરાન સહિત જૈશના 3 આતંકીઓ માર્યા ગયા હતાં. અથડામણમાં સેનાના એક મેજર અને ચાર સુરક્ષાકર્મીઓ શહિદ થયા હતાં. 

પુલવામાના પિંગલાન વિસ્તારમાં થયેલી આ ભીષણ અથડામણમાં ગોળી લાગવાથી એક નાગરિક પણ માર્યો ગયો હતો. અત્રે જણાવવાનું કે 14મી ફેબ્રુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલાની એક બસ પર જૈશ એ મોહમ્મદના આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકો ભરેલી ગાડી અથડાવી હતી જેમાં 40 જવાનો શહીદ થયા હતાં. આ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news