વોશિંગ્ટન: યુએસએ આઇએસઆઇએસ-ખોરાસાન (ISIS-K)ના નેતા સનાઉલ્લાહ ગફારી અને કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગત વર્ષે થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકો સાથે જોડાયેલી સૂચના આપવા માટે 1 કરોડ ડોલરના ઈનામની જાહેરાત કરી છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ રિવોર્ડ્સ ફોર જસ્ટિસ (આરએફજી) એ તેનું નોટીફિકેશન જાહેર કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સનાઉલ્લાહ ગફારીનું નામ શહાબ અલ-મુહાજીર
સૂચના અનુસાર આઇએસઆઇએસ-કે નેતા શહાબ અલ-મુહાજિર, જેને સનાઉલ્લાહ ગફારી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેની માહિતી માટે 1 કરોડ ડોલર સુધીનું ઈનામ ઓફર કરી રહ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ ઈનામ 26 ઓગસ્ટ 2021ના રોજ અફઘાનિસ્તાનના કાબુલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોની માહિતી આપવા માટે પણ છે.


આઇએસઆઇએસ-કે વર્તમાન નેતા છે ગફારી
આરએફજી અનુસાર, અફઘાનિસ્તાનમાં 1994માં જન્મેલા ગફારી આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ-કે નો વર્તમાન નેતા છે. વિભાગે કહ્યું કે તે સમગ્ર અફઘાનિસ્તાનમાં આઇએસઆઇએસ-કે ની તમામ કામગીરી માટે ફન્ડીંગની વ્યવસ્થા કરવા માટે જવાબદાર છે. આરએફજેએ કહ્યું કે યુએસ દ્વારા પ્રતિબંધિત વિદેશી આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ-કે એ કાબુલ એરપોર્ટ પરના હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ હુમલામાં 13 અમેરિકન સૈનિકો સહિત ઓછામાં ઓછા 185 લોકો માર્યા ગયા હતા જેઓ નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા હતા. આઇએસઆઇએસ-કે  ના કેન્દ્રીય નેતૃત્વએ જૂન 2020 માં ગફારીને સંગઠનના નેતા તરીકે નિયુક્ત કર્યા હતા.

'ડોન' બનીને ફરતા નબીરાઓ પાસે પોલીસે હોટલમાં વાસણ સાફ કરાવ્યા અને પછી...


આઇએસઆઇએસએ કરી જાહેરાત
સૂચનામાં કહેવામાં આવ્યું છે કે આઇએસઆઇએસ ગફારીની નિમણૂક સંબંધિત જાહેરાતમાં, તેમને એક અનુભવી લશ્કરી નેતા અને કાબુલમાં આઇએસઆઇએસ-કેના 'શહેરી સિંહો' માંથી એકના રૂપમાં ગણાવ્યા હતા, જે ગેરિલા સિવાય ઘણા જટિલ આત્મઘાતી હુમલાઓના ષડયંત્રમાં સામેલ છે. આરએફજેએ પણ ટ્વીટ કર્યું છે કે સનાઉલ્લાહ ગફારી, જેના પર 10 મિલિયન ડોલર સુધીનું ઈનામ છે, તે આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ-કેનો વર્તમાન નેતા છે. આરએફજેને સિગ્નલ, ટેલિગ્રામ, વોટ્સએપ અથવા અમારી ટોર-આધારિત ટિપ્સ લાઇન દ્વારા સૂચિત કરો. આ આતંકવાદીને ન્યાય અપાવવામાં મદદ કરો.


એરપોર્ટ પર આતંકવાદી હુમલો
આરએફજેએ જણાવ્યું હતું કે એક આત્મઘાતી હુમલાવર અને કેટલાક બંદૂકધારીઓએ કાબુલ એરપોર્ટ પર હુમલો કર્યો હતો કારણ કે યુએસ અને અન્ય દેશોની સરકારોએ તેમના નાગરિકો અને નબળા અફઘાન લોકોને દેશમાંથી બહાર કાઢવા માટે એક વિશાળ અભિયાન શરૂ કર્યું હતું. આ હુમલામાં 18 અમેરિકન સૈનિકો સહિત 150થી વધુ લોકો ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનમાં સરકારના પતન અને 14 ઓગસ્ટના રોજ તાલિબાન દ્વારા કાબુલ પર કબજો કર્યા પછી, સમગ્ર દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube