'ડોન' બનીને ફરતા નબીરાઓ પાસે પોલીસે હોટલમાં વાસણ સાફ કરાવ્યા અને પછી...

સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હોટલમાં ઉત્પાત મચાવનારા બદમાશોને પકડી લીધા હતા. પોલીસે બદમાશોને પકડીને સરઘસ કાઢ્યું એટલું જ નહીં, પણ પોલીસ તેમને એ જ હોટલમાં લઈ ગઈ અને તેમની પાસે સાફ-સફાઇ પણ કરાવી. પ્લેટની સાથે વાસણો પણ ધોવડાવ્ય અને ઉઠક-બેઠક પણ કરાવી.

'ડોન' બનીને ફરતા નબીરાઓ પાસે પોલીસે હોટલમાં વાસણ સાફ કરાવ્યા અને પછી...

ઇન્દોર: ચાકૂની અણીએ હંગામો મચાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે માત્ર બદમાશોનું સરઘસ જ કાઢ્યું ન હતું, પરંતુ તેમને તે જ હોટલમાં લઈ ગયા જ્યાં ખાવાને લઈને વિવાદ થયો હતો અને એઠા વાસણો સાફ કરાવ્યા હતા અને તે બદમાશોએ પોલીસની સામે હોટેલ માલિકની માફી પણ માંગી હતી. ઈન્દોરના ખજરાનામાં પોલીસે 6 દિવસ પહેલા ઠંડી રોટલી ખવડાવતાં હોટલમાં હંગામો મચાવનારા બદમાશોને પાઠ ભણાવ્યો હતો. પોલીસ બદમાશોને તે જ હોટલમાં લઈ ગઈ. જ્યાં બદમાશોએ ચાકૂના દમ હંગામો મચાવ્યો હતો. આ હોબાળાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઠંડી રોટલી પીરસતાં બદમાશોએ હોટલમાં મચાવ્યો હતો હંગામો
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હોટલમાં ઉત્પાત મચાવનારા બદમાશોને પકડી લીધા હતા. પોલીસે બદમાશોને પકડીને સરઘસ કાઢ્યું એટલું જ નહીં, પણ પોલીસ તેમને એ જ હોટલમાં લઈ ગઈ અને તેમની પાસે સાફ-સફાઇ પણ કરાવી. પ્લેટની સાથે વાસણો પણ ધોવડાવ્ય અને ઉઠક-બેઠક પણ કરાવી. ગયા અઠવાડિયે, 30 જાન્યુઆરી, રવિવારના રોજ, બદમાશોએ ઝમઝમ ચોરાહા પર ખાના ખઝાના હોટેલમાં ઠંડી રોટલી પીરસતા છરીના દમ પર હંગામો મચાવ્યો હતો. બદમાશ રફીક પરદેશી ઉર્ફે પાઉડર સાથે ત્રણ યુવકો સામેલ હતા. આમાં તેના બે પુત્રો છોટુ ઉર્ફે ફરીદ અને આસિફ સાથે એક સગીર પણ સામેલ હતો.

પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી બદમાશોને ઝડપી લીધા
ઠંડી રોટલીની તકરારમાં ચારેય જણાએ હોટલમાં છરી વડે આખી હોટલમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ મામલે ખજરાણા પોલીસે હોટલ સંચાલકની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. ટીઆઈ દિનેશ વર્માએ જણાવ્યું કે બદમાશો સોમવારે રાત્રે પકડાયા હતા. પોલીસ સ્ટેશનથી પગપાળા એ જ હોટલમાં લઈ ગયા. અહીં હોટલની પ્લેટો ધોવાની સાથે તેને સાફ પણ કરાવી હતી. સીટ-અપ કરતી વખતે ગુંડાગીરી નહીં કરવાના સોગંધ ખવડાવ્યા હતા. બદમાશોએ હોટલ માલિકની માફી પણ માંગી છે. પોલીસના જણાવ્યા અનુસાર રફીક પરદેશી સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે. તેના ગુંડા દાખલ કરીને રાસુકા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news