વોશિંગટન: અમેરિકાના જ્યોર્જિયા પ્રાંતની પોલીસને પ્લાસ્ટિક બેગમાં એક નવજાત બાળકી મળી છે. પોલીસે આ બાળકીનું નામ ઇન્ડિયા રાખ્યું છે અને તેની માતાને શોધવાનું અભિયાન શરૂ કર્યું છે. તેના અંતર્ગત કમિંગ શહેરના પોલીસ વિભાગે એક વીડિયો શેર કર્યો છે. જેમાં લોકોને મદદ કરવા અપીલ કરી છે અને કોઇપણ પ્રકારની જાણકારી આપવા માટે ફોન નંબર મુકવામાં આવ્યો છે. સાથે જ કહ્યું કે જાણકારી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. પોલીસે મંગળવારે આ વીડિયો શેર કર્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- અમેરિકાના ધમપછાડા સામે ન ઝૂક્યું ભારત, કહ્યું-'રશિયા સાથે સંબંધ ખતમ ન કરી શકીએ'


વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે, 6 જૂનની રાત્રે લગભગ 10 વાગે એક રાહદારીને સુમસાન વિસ્તારમાં બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ તેણે પોલીસને આ બાબતે જાણ કરી હતી. ત્યારબાદ સ્થળ પર પહોંચી પોલીસ અધિકારીએ બોડીમાં લગાવેલા કેમેરાથી બાળકી મળ્યાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ કરી હતી. ત્યારબાદ પોલીસે બાળકીના પરિવારજનોને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ સફળતા મળી ન હતી. ત્યારે આ મંગળવારે સામાન્ય જનતા માટે આ વીડિયો શેર કર્યો હતો.


વધુમાં વાંચો:- ઈમરાનનું ન્યુ પાકિસ્તાન, લાઈવ ટીવી ડિબેટમાં નેતાએ કરી છૂટ્ટા હાથે મારામારી, જુઓ VIDEO


હાલ સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વિશે સ્થાનિક પોલીસનું કહેવું છે કે, આ બોડી પર લાગેલા કેમેરામાં કેદ ફૂટેજને એટલા માટે શેર કરવામાં આવી રહી છે. જેનાથી કોઇ વિશ્વસનીય સૂચના મળી શકે. આ વીડિયોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ બાળકી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.


હવે કચરામાંથી રોડ બનાવવાની તૈયારી, ગ્લોબલ વોર્મિંગમાં આટલો થશે ફાયદો


6 જૂનથી પોલીસ આ બાળકીની માતાને શોધી રહી છે. હેવ સોશિયલ મીડિયાના માધ્યમથી તેને શોધવાનો પ્રયત્ન કરી રહી છે અને વીડિયો ટ્વિટર પર શેર કરતા તેમણે કહ્યું કે, શું કોઇ જાણકારી આપી શકે છે કે, તમારી આસપાસના વિસ્તારમાં થોડા સમય પહેલા કોઇ મહિલાની ડિલિવરી થવાની હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ઘણી ભાવુક પ્રતિક્રિયાઓ મળી રહી છે. હજારો લોકો #BabyIndiaના નામથી આ વીડિયો શેર કરી રહ્યાં છે અને બાળકીની માતાને શોધવામાં મદદની અપીલ કરી રહ્યાં છે.


જુઓ Live TV:- 


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...