અમેરિકાના ધમપછાડા સામે ન ઝૂક્યું ભારત, કહ્યું-'રશિયા સાથે સંબંધ ખતમ ન કરી શકીએ'

રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવા માટે અમેરિકી પ્રતિબંધમાંથી છૂટની તમામ શરતો ભારત પૂરી કરે છે અને આ મુદ્દે ટ્રમ્પ પ્રશાસને ઘણું લચીલાપણું દેખાડ્યું છે. આ જાણકારી મંગળવારે રાજનયીક સૂત્રોએ આપી.

અમેરિકાના ધમપછાડા સામે ન ઝૂક્યું ભારત, કહ્યું-'રશિયા સાથે સંબંધ ખતમ ન કરી શકીએ'

નવી દિલ્હી: રશિયા પાસેથી S-400 મિસાઈલ સિસ્ટમ ખરીદવા માટે અમેરિકી પ્રતિબંધમાંથી છૂટની તમામ શરતો ભારત પૂરી કરે છે અને આ મુદ્દે ટ્રમ્પ પ્રશાસને ઘણું લચીલાપણું દેખાડ્યું છે. આ જાણકારી મંગળવારે રાજનયીક સૂત્રોએ આપી. તેમણે કહ્યું કે ભારત રશિયા સાથે પોતાના જૂના સંરક્ષણ સંબંધોને ખતમ કરી શકે નહીં. વિદેશ મંત્રી એસ જયશંકર અને તેમના અમેરિકી સમકક્ષ માઈક પોમ્પિઓ વચ્ચે વાર્તાના એક દિવસ પહેલા છૂટ પર ભાર આપવાની આ વાત સામે આવી છે. બંને નેતાઓ વચ્ચે વાર્તા દરમિયાન આ મુદ્દે ચર્ચા થવાની શક્યતા છે. 

રાજનયિક સૂત્રોએ જણાવ્યું કે 'આ મુદ્દે અમેરિકા સાથે ખાનગી અને સાર્વજનિક સ્તર પર ચર્ચા થઈ છે અને અમેરિકા માટે આ 'થોડી ચિંતા'ની વાત છે.'  એક સૂત્રએ જણાવ્યું કે 'રશિયાની સાથે અમારા જૂના સંરક્ષણ સંબંધ છે જેને અમે ખતમ કરી શકીએ નહીં.' ભારતે ગત વર્ષ ઓક્ટોબરમાં 40 હજાર કરોડ રૂપિયાના ખર્ચે મિસાઈલ સિસ્ટમ લેવા માટે રશિયા સાથે કરાર કર્યો હતો. ભારતે અમેરિકી ચેતવણીઓને નજરઅંદાજ કરીને આ કરાર આગળ વધાર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે અમેરિકા એ પરિસ્થિતિઓથી સારી પેઠે વાકેફ છે જેના કારણે એસ-400 જેવી સિસ્ટમ ખરીદવા માટે 'બાધ્ય' છે. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે ભારતીય પક્ષે અમેરિકી પક્ષને તે કારણોની સારી પેઠે વ્યાખ્યા આપી છે અને તેઓ ભારતની જરૂરિયાતો સમજે છે. ભારતીય પક્ષનું માનવું છે કે તેઓ તે જરૂરિયાતોને પૂરી કરે છે કે જે હેઠળ તેને અમેરિકા વિરોધીઓ પર પ્રતિબંધ કાયદા (સીએએટીએસએ)માંથી છૂટ મળે છે. સૂત્રએ જણાવ્યું કે, 'અમે છૂટ માટે સીએએટીએસએસ શરતોને પૂરી કરે છે. અમે વાતચીત ચાલુ ચાલુ રાખીશું.'

સૂત્રોએ જણાવ્યું કે, 'કાયદામાં ઘણું સ્પષ્ટ છે કે આ પરિસ્થિતિઓમાં અમેરિકી પ્રશાસન પાસેથી છૂટ મળી શકે છે. આથી જો કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો અમારી સમજ અને આકલન છે કે ભારત તે જરૂરિયાતોને પૂરી કરે છે.' સૂત્રએ કહ્યું કે, 'આથી (ટ્રમ્પ) પ્રશાસન એટલું લચીલુ છે કે અમે જે છૂટ ઈચ્છીએ છીએ તે તેઓ આપી શકે છે.'

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news