ન્યૂયોર્ક: કોરોના મહામારીના કારણે ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના વિક્સિત દેશોની અર્થવ્યવસ્થાને ઝટકો લાગ્યો છે. કંપનીઓએ મહામારી કાળમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું અને લાખો લોકો બેરોજગાર થઈ ગયા. કારણ કે કંપનીઓ પોતાના ત્યાં છટણી કરવા મજબૂર બની ગઈ.  પરંતુ અમેરિકામાં એક સાથે 900 લોકોને નોકરીમાંથી કાઢી મૂકવાનો અનોખો મામલો સામે આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીના 900 કર્મચારીઓને કાઢી મૂકાયા
અમેરિકી કંપની બેટર ડોટ કોમના ભારતીય મૂળના સીઈઓ વિશાલ ગર્ગે ઝૂમ મીટિંગ દરમિયાન એક ઝાટકે પોતાના 900 કર્મચારીઓને કાઢી મૂક્યા. વિશાળે ઝૂમ પર એક વેબિનારનું આયોજન કર્યું. જેમાં તેણે 900થી વધુ કર્મચારીઓને નોકરીએથી હટાવવાની જાહેરાત કરી. કર્મચારીઓની સંક્યા કંપનીના વર્ક ફોર્સની લગભગ 9 ટકા છે. 


કંપની તરફથી આટલી મોટી છટણી માટે દક્ષતા, પરફોર્મન્સ અને પ્રોડક્ટિવિટીનો હવાલો અપાઈ રહ્યો છે. પરંતુ ઝૂમ મીટિંગ પર આટલી મોટી છટણીની ખબર ચર્ચાનો મુદ્દો બન્યો છે. સીએનએનના રિપોર્ટ મુજબ આ કંપની મકાન માલિકોને હોમ લોન સહિત અનેક પ્રકારની સેવા આપે છે. જેણે પોતાના 9 ટકા કર્મચારીઓને એક ઝાટકે નોકરીમાથી કાઢી મૂક્યા છે. 


ટાઈમ ટ્રાવેલરનો મોટો દાવો : '25 ડિસેમ્બરની તારીખ યાદ રાખજો, એવું કઈંક ઘટવાનું છે જેનાથી આખી દુનિયા બદલાઈ જશે'


કંપનીએ આપ્યું આ કારણ
રિપોર્ટમાં કહેવાયું છે કે વિશાલ ગર્ગે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવા પાછળ બજારની દક્ષતા, પ્રદર્શન અને ઉત્પાદકતાને કારણ ગણાવ્યું છે. તેમણે મીટિંગ દરમિયાન કહ્યું કે જો તમે આ વેબિનારમાં છો તો તમે તે દુર્ભાગ્યપૂર્ણ ગ્રુપનો ભાગ છો જ્યાં છટણી થઈ રહી છે. તમને તત્કાળ પ્રભાવથી નોકરીમાંથી હટાવવામાં આવે છે. 


Video: જાનવરોની જેમ ચાર પગે ચાલે છે આ પરિવાર, કારણ જાણીને હચમચી જશો


રિપોર્ટ મુજબ સીઈઓએ જણાવ્યું કે વેબિનારમાં 900 કર્મચારી સામેલ હતા. જેમને હોલિડે શરૂ થતા પહેલા જ નોકરીથી હટાવવામાં આવ્યા. સીઈઓએ કહ્યું કે કર્મચારીઓને એચઆર ડિપાર્ટમેન્ટ તરફથી ઈમેઈલ મળશે. જેમા લાભ અને નોકરીમાંથી હટાવવા અંગે વિસ્તૃત જાણકારી હશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube