વોશિંગટનઃ જો બાઇડન સરકારે અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાન સરકારને બધા હથિયારોના વેચાણના કરારને સસ્પેન્ડ કરી દીધા છે. ડિફેન્સ કોન્ટ્રાક્ટર્સને મોકલેલી એક નોટિસમાં અમેરિકી વિદેશ વિભાગના રાજનીતિક/સૈન્ય મામલાના બ્યૂરોએ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં હથિયારોના વિતરણ ન કરવાની સમીક્ષા કરવામાં આવી છે. કહેવામાં આવ્યું કે અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાય રહેલી સ્થિતિને જોતા વિશ્વ શાંતિને આગળ વધારવા માટે ડિરેક્ટોરેટ ઓફ ડિફેન્સ સેલ્સ કંટ્રોલ તમામ પેન્ડિંગ અને જારી કરાયેલા એક્સપોર્ટ લાયસન્સ અને અન્ય વસ્તુઓની સમીક્ષા કરી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોટિસમાં કહેવામાં આવ્યું છે કે વિભાગ આવનારા દિવસોમાં રક્ષા ઉપકરણો નિકાસકારો માટે અપડેટ જાહેર કરશે. આ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યુ કે તે અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિકોને ત્યાં સુધી રાખવા માટે પ્રતિબદ્ધ છે જ્યાં સુધી દરેક અમેરિકી નાગરિકોને બહાર કાઢી લેવામાં આવતા નથી. ભલે તે માટે 31 ઓગસ્ટથી વધુ સમય લાગે. એબીસી ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબજા બાદ 15 હજાર અમેરિકી અફઘાનિસ્તાનમાં રહી ગયા છે. 


આ પણ વાંચોઃ તાલિબાનનો ક્રૂર ચહેરો, સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવનાર લોકો પર કર્યો ગોળીબાર


અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાને લઈને જો બાઇડેન સરકારની ભયંકર આલોચના થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં નવી તાલિબાન સરકારને હાલના સમયમાં 190 દેશોના લોન આપતા સંગઠનો પાસેથી લોન કે અન્ય સંશાધનો સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવશે નહીં. 


અફઘાનિસ્તાન પર કબજા બાદ તાલિબાનની પાસે ઘણા આધુનિક હથિયાર છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તાલિબાન આતંકીઓ બંદૂકો અને હથિયારો સાથે ફરી રહ્યાં છે. તે ખુશીથી હથિયારોનું પ્રદર્શન કરી રહ્યાં છે. તાલિબાને અમેરિકી સેના અને યુદ્ધ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર સ્થાનીક અફઘાનોના મહત્વપૂર્ણ ડેટાથી સમજુતી કરનાર અમેરિકી સેનાના બાયોમેટ્રિક સાધનો પર પણ કબજો કરી લીધો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube