તાલિબાનનો ક્રૂર ચહેરો, સ્વતંત્રતા દિવસ પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવનાર લોકો પર કર્યો ગોળીબાર
Taliban Firing In Asadabad Flag Rally: તાલિબાની આતંકીઓ અસાદાબાદ શહેરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાને લઈને ફાયરિંગ કરી રહ્યાં છે. આ શરમજનક ઘટના એવા સમય થઈ છે જ્યારે આજે અફઘાનિસ્તાનનો સ્વતંત્રતા દિવસ છે. આ ઘટનામાં અનેક લોકોના મોત થયા છે.
Trending Photos
કાબુલઃ અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રીય ઝંડાને લઈને ચાલી રહેલો વિવાદ આગળ વધી ગયો છે. અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર અસાદાબાદ શહેરમાં અફઘાન યુવાઓએ એક રેલીમાં જ્યારે પોતાના દેશનો સત્તાવાર ધ્વજ ફરકાવ્યો તો તાલિબાની ભડકી ઉઠ્યા હતા. તાલિબાનીઓએ જનતા પર ગોળીબાર કર્યો જેમાં અનેક લોકોના મોત થવાની માહિતી છે. છેલ્લા કેટલાક દિવસથી દેશના અલગ-અલગ શહેરોમાં ઝંડાને લઈને તાલિબાન અને અફઘાન જનતા વચ્ચે વિવાદ વધી રહ્યો છે.
હકીકતમાં તાલિબાની આતંકી અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ હવે દેશના રાષ્ટ્રીય ઝંડાને બદલવા ઈચ્છે છે પરંતુ યુવાઓને તે મંજૂરી નથી. તાલિબાનના સફેદ ઝંડાને યુવાનોએ નકારી દીધો છે. તેનાથી બંને વચ્ચે અનેક શહેરોમાં ઘર્ષણ થયું છે. બુધવારે જલાલાબાદ શહેરમાં તાલિબાન અને અફઘાની જનતા વચ્ચે અથડામણ થઈ હતી. જલાલાબાદના નિવાસીઓએ એક મીનાર પર લાગેલા તાલિબાની ઝંડાને નીચે ઉતાર્યો અને તેની જગ્યાએ અફઘાનિસ્તાનનો ઝંડો ફરકાવ્યો હતો.
Independence day protest in #kabul. Women and girls, men and boys screaming LONG LIVE #Afghanistan OUR NATIONAL FLAG IS OUR IDENTITY! They marched past #Taliban with some Talibs screaming back at protestors, waving their guns at them but finally the protestors passed. pic.twitter.com/yutJcmstAP
— Jordan Bryon (@jordan_bryon) August 19, 2021
જલાલાબાદ શહેર વિરોધનું કેન્દ્ર બની ગયું
સ્થાનીક લોકો કાર્યાલયો પર તાલિબાનના ઝંડાની જગ્યાએ અફઘાનિસ્તાનના ઝંડો ફરકાવવાની માંગને લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોએ હાથોમાં અફઘાન ઝંડો લઈને માર્ચ કરી અને તાલિબાની પરિવર્તનનો વિરોધ કર્યો હતો. હાલની ઘટનામાં ગુરૂવારે અસાદાબાદશહેરમાં અફઘાની યુવાઓ એક રેલી કરી રહ્યા હતા આ દરમિયાન તેણે અફઘાની ઝંડો ફરકાવ્યો હતો. તાલિબાનને આ પસંદ આવ્યું નથી અને તેના આતંકીઓએ ગોળી વરસાવી હતી. ઘણા યુવાઓએ મળી તાલિબાની ઝંડો ફાદી નાખ્યો તેવી પણ માહિતી છે.
આ પણ વાંચોઃ તાલિબાનને મોટું કરનાર અમેરિકા કેમ તાલિબાનો સામે જ મેદાન-એ-જંગમાં ઉતર્યું? જાણો રોચક કહાની
અફઘાનિસ્તાનમાં લોકતંત્ર નહીં, શરિયા કાયદાથી ચાલશે દેશ
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલા વીડિયોમાં અસદાબાદના સ્થાનીક લોકોને ઝંડો લઈને પ્રદર્શન કરતા જોઈ શકાય છે. દેશમાં તાલિબાન રાજ આવ્યા બાદ શાસનના જન વિરોધનો આ પ્રથમ મામલો સામે આવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે ઝંડાને લઈને જલાલાબાદ શહેર વિરોધનું કેન્દ્ર બની ગયું છે. લોકો અફઘાનિસ્તાનના ઝંડાના સમર્થનમાં રેલીઓ કાઢી રહ્યા છે. તાલિબાની ઝંડાને ઉતારી ફેંકી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે