વોશિંગટન: અમેરિકી સંસદ ભવન (કેપિટલ હિલ)ની બહાર જે બે પોલીસકર્મીઓને ટકકર મારી હતી, તેમાંથી એકનું મોત થઇ ગયું છે. જ્યારે બીજાની સ્થિતિ સ્થિર છે. તો બીજી તરફ ઘટનાને અંજામ આપનાર સંદિગ્ધ કાર ચાલકે પણ દમ તોડી દીધો છે. પોલીસની કાર્યવાહીમાં તેને પણ ગોળી વાગી હતી. સંસદ ભવન (Parliament) ની બહાર સુરક્ષા બેરિકેડિંગને ઉડાવતાં કાર સવારે બે પોલીસ ઓફિસરોને કચડી દીધા હતા. ત્યારબાદ સુરક્ષાની દ્રષ્ટિએ કેપિટલ પરિસરમાં લોકડાઉન (Lockdown) લગાવી દીધું છે. સ્ટાફના સભ્યોને પણ અંદર અથવા બહાર જવાની પરવાનગી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓળખ નથી ઉજાગર
કેપિટલ પોલીસના કાર્યકારી પ્રમુખ વાઇ પિટમેનએ કહ્યું કે ઘાયલ અધિકારીઓમાંથી એકની હાલત ગંભીર હતી, જેમણે પછી હોસ્પિટલમાં દમ તોડી દીધો છે. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં કાર ચાલકનું પણ હોસ્પિટલમાં મોત થયું છે. પિટમૈનએ મૃત્યું પામેલા અધિકારી અને કાર ચાલકની ઓળખ ઉજાગર કરી નથી. આ દરમિયાન અધિકારીઓએ આ ઘટનાને આતંકવાદી હુમલો (Terrorist Attack) ગણવાની મનાઇ કરી છે. સાથે જ તેમનું એ પણ કહેવું છે કે શુક્રવારની ઘટના અને છ જાન્યુઆરીના રોજ થયેલા રમખાણો વચ્ચે હાલ કોઇ સંબંધ જોવા મળી રહ્યો નથી.   

Anupamaa ફેમ રૂપાલી ગાંગુલી સહિત 5 લોકો કોરોનાની ચપેટમાં, શૂટિંગ થયું બંધ


Trump સમર્થકોએ મચાવ્યો ઉત્પાદત
કાર ટક્કર તથા ગોળીબારીની આ ઘટના કેપિટલ હિલ (Capitol Hill) પાસે એક તલાશી ચોકરી પર થઇ. આ ઘટનાને ગત છ જાન્યુઆરીના રોજ કેપિટલ હિલમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) સમર્થકો દ્રારા મચાવવામાં આવેલા ઉત્પાતની યાદોને તાજા કરી દીધી છે. આ હુમલો તે સમયે થયો હતો જ્યારે રાષ્ટ્રપતિ પદ પર જો બાઇડેન (Joe Biden) ની જીતના સંબંધમાં અમેરિકી સંસદ સભ્ય મતદાન કરી રહ્યા હતા. આ દરમિયાન કેપિટલ પોલીસ અધિકારી બ્રાયન સિકનિક સહિત પાંચ લોકોના મોત થયા હતા. 

Gujarat Corona Update: બેકાબૂ બનેલા કોરોના તોડ્યા તમામ રેકોર્ડ, કેસ વધતાં ચિંતા વધી, 1 દિવસોમાં 2600થી વધુ કેસ


ભારે Police Force તૈનાત
અધિકારીઓનું કહેવું છે કે એવું લાગે છે કે કાર ચાલક પાસે ચાકૂ હતું. જેને ધ્યાનમાં રાખતાં પોલીસને ગોળી ચલાવવી પડી. ગોળીબારીમાં આરોપી ઘાયલ થઇ ગયા હતા. ત્યારબાદ તેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા જ્યાં તેનું મોત થઇ ગયું છે. સુરક્ષાની દ્વષ્ટિએ સમગ્ર વિસ્તારમાં લોકડાઉન લગાવી દીધું છે. સાથે જ કોંગ્રેસ કાર્યાલયની આસપાસ રસ્તાને પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ઘટનાસ્થળ પર પોલીસ બળ તૈનાત છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube