Anupamaa ફેમ રૂપાલી ગાંગુલી સહિત 5 લોકો કોરોનાની ચપેટમાં, શૂટિંગ થયું બંધ
સુપરહિટ શો અનુપમા ( Anupama ) ની લીડ અભિનેત્રી રૂપાલી ગાંગુલી ( Rupali Ganguly ) નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો, રૂપાલી સાથે સાથે તેમના ઓનસ્ક્રીન પુત્રનું પાત્ર ભજવી રહેલા એક્ટર આશીષ મેહરોત્રા ( Ashish Mehrotra ) ને થોડા દિવસો પહેલાં કોરોના થયો હતો.
Trending Photos
મુંબઇ: દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર ( Mahararashtra ) અને મુંબઇ ( Mumbai ) માં લોકો સૌથી ઝડપથી કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. દરરોજ શૂટિંગ પર જઇ રહેલી ટીવી અભિનેત્રી પણ આ મહામારીથી બચી શકી નથી. શુક્રવારે 2 માર્ચના રોજ સવારે સ્ટાર પ્લસ ( Star Plus ) ના સુપરહિટ શો અનુપમા ( Anupama ) ની લીડ અભિનેત્રી રૂપાલી ગાંગુલી ( Rupali Ganguly ) નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો, રૂપાલી સાથે સાથે તેમના ઓનસ્ક્રીન પુત્રનું પાત્ર ભજવી રહેલા એક્ટર આશીષ મેહરોત્રા ( Ashish Mehrotra ) ને થોડા દિવસો પહેલાં કોરોના થયો હતો.
રૂપાલી ગાંગુલીને નથી કોઇ કોરોનાના લક્ષણ
સૂત્રોના જણાવ્યા અનુસાર આ બંને કલાકાર સાથે સાથે અનુપમાન સીરિયલના કેટલા ક્રૂ મેંબર્સ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે અને તેના લીધે સીરિયલનું શૂટિંગ હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. રૂપાલી ગાંગુલીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાતની જાણકારી આપતાં કહ્યું કે તે ઘરમાં કોરોન્ટાઇન થઇ ગયા છે. તેમાં કોરોનાના એકદમ સામાન્ય લક્ષણ જોવા મળ્યા છે એટલે કે તે લગભગ અસિમ્પટોમેટિક છે. પોતાની પોસ્ટમાં રૂપાલી ગાંગુલીએ પણ સ્પષ્ટ કર્યું છે કે પ્રોડક્શન હાઉસ તરફથી સાવધાની રાખતા હોવાછતાં તેમને કોરોના થયો છે. આ મુશ્કેલ સમયમાં તેમણે પોતાના ફેન્સને પોતાનું ધ્યાન રાખવાની સલાહ આપી છે.
સુધાંશુ પાંડેએ પણ કરાવ્યો પોતાનો કોરોના ટેસ્ટ
સૂત્રોના જણાવ્યા અનુસાર સુધાંશુ પાંડેની તબિયત પણ ગત બે દિવસથી ખરાબ છે અને તેમને પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે. જોકે તેમનો કોરોના રિપોર્ટ આજે (3 એપ્રિલ)ના રોજ આવશે. સેટ પર એક સ્પોટ બોય અને એક લાઇટમેન પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. સેટ પર કુલ મળીને 4 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. ગત મહિને એક્ટર પારસ કલનાવત (જે શોમાં અનુપમાના નાના પુત્રનું પાત્ર ભજવે છે) પણ કોરોના પોઝિટિવ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે