આક્રમક શૈલી માટે જાણીતા જિનપિંગ બાઈડેન સામે એકદમ શાંત બેઠેલા જોવા મળ્યા, જાણો શું વાતચીત થઈ
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન બંને દેશોના પ્રમુખોએ સોમવારે વર્ચ્યુઅલ મીટિંગ કરી. જેમાં વિભિન્ન મુદ્દાઓ પર વાતચીત થઈ.
(ઈશાન મોહન), વોશિંગ્ટન: અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન બંને દેશોના પ્રમુખોએ સોમવારે વર્ચ્યુઅલ મીટિંગ કરી. જેમાં વિભિન્ન મુદ્દાઓ પર વાતચીત થઈ. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને જ્યાં કહ્યું કે યુએસ-ચીને સંઘર્ષ રોકવા માટે પગલાં લેવાની જરૂર છે ત્યાં ચાઈનીઝ પ્રેસિડેન્ટ શી જિનપિંગે બંને દેશો વચ્ચે સંચાર મજબૂત કરવા પર ભાર મૂક્યો. અત્રે જણાવવાનું કે અમેરિકા અને ચીન વચ્ચે તાઈવાન સહિત અનેક મુદ્દાઓ પર તણાવ ચાલી રહ્યો છે. ખાસ કરીને તાઈવાન મુદ્દે બંને હંમેશા આમને સામને આવી જાય છે. આથી આ બેઠકને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી હતી.
જાન્યુઆરીમાં થઈ હતી ફોન પર વાત
આ વર્ચ્યુઅલ બેઠકમાં બંને દેશ પરસ્પર સંઘર્ષ ઓછો કરવા પર ભાર મૂકતા જોવા મળ્યા. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે આપણે સંઘર્ષથી બચવાની કોશિશ કરવી જોઈએ. બેઠકની શરૂઆતમાં તેમણે કહ્યું કે તેમને આશા છે કે બે સૌથી મોટી અર્થવ્યવસ્થાના નેતાઓ વચ્ચે સ્પષ્ટ અને ખુલ્લી ચર્ચા થશે. નોંધનીય છે કે જાન્યુઆરીમાં બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. હકીકતમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે કોરોના મહામારીનો હવાલો આપતા દેશ છોડવાનો ઈન્કાર કર્યો હતો. આવામાં ઓનલાઈન વીડિયો બેઠક સિવાય કોઈ બીજો વિકલ્પ ન હતો.
Team India નો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા મોટી મુશ્કેલીમાં!, જાણો શું છે મામલો
Jinping એ બાઈડેનને ગણવ્યા દોસ્ત
બેઠકમાં જિનપિંગે કહ્યું કે ચીન અને અમેરિકાએ સંચાર, સહયોગ મજબૂત કરીને ભેગા મળીને પડકારોનો સામનો કરવો જોઈએ. તેમણે ઈશારા ઈશારામાં તાઈવાનના મુદ્દે યુએસને હસ્તક્ષેપથી બચવાની સલાહ આપતા કહ્યું કે આપણે તાઈવાન અને અન્ય ફ્લેશપોઈન્ટ મુદ્દાઓ પર ચાલી રહેલા તણાવ વચ્ચે કમ્યુનિકેશન પર ભાર મૂકવું જોઈએ અને મળીને સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ. બેઠક દરમિયાન જિનપિંગે બાઈડેનને પોતાના મિત્ર ગણાવતા કહ્યું કે તેઓ અમેરિકા સાથે કામ કરવા માટે તૈયાર છે.
Chandra Grahan 2021: હંમેશા અશુભ નહીં...શુભ ફળ પણ આપે છે ચંદ્રગ્રહણ, આ વખતે આ રાશિઓને કરાવશે ખુબ લાભ
વૈશ્વિક શાંતિ માટે કામ કરવું જોઈએ
સામાન્ય રીતે આક્રમક કાર્યશૈલી અપનાવનારા શી જિનપિંગ આ બેઠક દરમિયાન શાંત જોવા મળ્યા અને સંઘર્ષની જગ્યાએ શાંતિની વાતો કરતા રહ્યા. તેમણે આગળ કહ્યું કે, ચીન હવે અમરિકા સાથે વ્યાપક ચર્ચા માટે તત્પર છે. બંને દેશોએ એકબીજાનું સન્માન કરવું જોઈએ. હું રાષ્ટ્રપતિ બાઈડેનની સાથે ઊભો છું. જિનપિંગે એમ પણ કહ્યું કે આપણે વૈશ્વિક શાંતિ માટે કામ કરવું જોઈએ. અમેરિકા અને ચીન વચ્ચે એક મજબૂત સંબંધ સ્થાપિત થાય તેની જરૂર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube