બીજિંગઃ ચીન અને અમેરિકાની વાટાઘાટો કરતી ટીમના પ્રમુખોએ બંને દેશોના રાષ્ટ્રપતિ વચ્ચે થયેલા કરારને સર્વસંમતિથી લાગુ કવરાની પદ્ધતિ પર ચર્ચા કરી હતી. ચીનના વાણિજ્ય મંત્રાલયે બુધવારે આ માહીતી આપી છે. મંત્રાલયે પોતાની વેબસાઈટ પર એક સંક્ષિત નિવેદનમાં જણાવ્યું કે, ચીનના વાઈસ પ્રીમિયર લિયુ એ જ અમેરિકાના વેપાર પ્રતિનિધી રોબર્ટ લાઈટાઈઝર અને મહેસુલ મંત્રી સ્ટીવન મુનશીન સાથે મંગળવારે સાંજે ફોન પર વાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી એફેએ જણાવ્યું કે, ફોન પર ચર્ચા કરવાનો મુખ્ય હેતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે ગયા મહિને જાપનમાં આયોજિત જી-20 સંમેલન દરમિયાન થયેલા કરારને લાગુ કરવાનો હતો. 


 ભારતીય વાયુસેનાની શક્તિમાં થશે વધારોઃ રશિયા પાસેથી 18 સુખોઈ-30 અને મિગ-29 ખરીદાશે


નિવેદન અનુસાર, બંને દેશ વચ્ચે વ્યાપારિક વિવાદોનો ઉકેલ લાવવાના હેતુ સાથે ચર્ચા કરવામાં આવી હતી.અમેરિકાના અધિકારીએ જણાવ્યું કે, બંને પક્ષ આ વાટાઘાટો આગળ પણ ચાલુ રાકશે. 


ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે એક ટ્વીટ કરીને જણાવ્યું કે, "વ્યાપારિક સોદા અંગે વાટાઘાટો ચાલી રહી છે અને શાંતિપૂર્ણ ઉકેલનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. અમારી સાથે અનેક વર્ષો સુધી કેટલાક દેશોએ ખરાબ વ્યવહાર રાખ્યો છે. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે."


જૂઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....