વોશિંગ્ટન: અમેરિકાના એક પ્રભાવશાળી સાંસદે ગુરુવારે બંધારણની અસ્થાયી કલમ (Article 370)ની કેટલીક જોગવાઈઓને જમ્મુ કાશ્મીરમાંથી હટાવવાના 'બોલ્ડ પગલાં' બદલ પીએમ નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા છે. અત્રે જણાવવાનું કે 31 ઓક્ટોબરથી જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ બે અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશોમાં તરીકે અસ્તિત્વમાં આવી ગયાં. જેની જાહેરાત 5 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. સરકારે રાજ્યમાંથી વિશેષ દરજ્જો હટાવીને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવી દીધા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાંસદ જ્યોર્જ હોલ્ડિંગે સદનમાં ગુરુવારે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદી અને સંસદે જે પણ પગલાં ઉઠાવ્યાં તે જરૂરી હતા. આ પગલાં ક્ષેત્રમાં લાંબાગાળાની સ્થિરતા માટે જરૂરી હતાં અને તેની પ્રશંસા થવી જોઈએ. રિપબ્લિકન સાંસદે કહ્યું કે ભારતીય સંસદે જમ્મુ અને કાશ્મીરના આર્થિક વિકાસમાં વિધ્ન હતાં તેવા અને અલગાવવાદની ભાવનાને પ્રોત્સાહન આપતા  હતા તે સ્ટેટસમાં ફેરફાર કરવાના પ્રસ્તાવને પસાર કર્યો અને તેને જોગવાઈઓમાં ફેરવી. 


ઈમરાન ખાનની જાહેરાત, કરતારપુર દર્શન માટે શ્રદ્ધાળુઓને પાસપોર્ટની જરૂર નથી


તેમણે કહ્યું કે અત્યાર સુધી કાશ્મીરમાં આર્ટિકલ 370 હેઠળ શાસન થતું આવ્યું હતું જે કાયદાની જૂની જોગવાઈ હતી અને ભારતીય બંધારણ મુજબ અસ્થાયી વ્યવસ્થા હતી. આર્ટિકલ 370એ કદાચ તે લોકો માટે સારું કામ કર્યું હશે જેની રાજકીય પહોંચ હતી પરંતુ આ કારણે ત્યાંના લોકોને કોઈ આર્થિક તક મળતી નહતીં. 


હોલ્ડિંગે કહ્યું કે આર્ટિકલ 370ના કારણે પાકિસ્તાનના અનેક સંગઠનોને ભારતમાં આતંકવાદ ફેલાવવામાં મદદ મળતી હતી. જેનાથી સામાન્ય જનતા અને પરિવાર પરેશાન હતાં. આતંકવાદ અર્થવ્યવસ્થાને પણ પ્રભાવિત કરી રહ્યો હતો અને આથી મોદી સરકારે કાં તો જૂની નીતિને જાળવવાની હતી અથવા તો પછી ક્ષેત્રનો કાનૂની દરજ્જો બદલીને તેને પ્રગતિના રસ્તે લઈ જવાનો હતો. 


તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના લોકો સારી જિંદગી ડિઝર્વ કરે છે અને પીએમ મોદી દ્વારા બોલ્ડ સ્ટેપ ઉઠાવવું બિલકુલ યોગ્ય છે. સંસદમાં બે તૃતિયાંશ બહુમતથી જમ્મુ અને કાશ્મીરનો દરજ્જો બદલવામાં આવ્યો છે જે સુધારાની જરૂરિયાત પર સહમતિ દર્શાવે છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...