ટ્રમ્પની જીદ અમેરિકાને પડશે ભારે!, કોરોનાના ભરડામાં સપડાયો દેશ, એક જ દિવસમાં 865 લોકોના મોત
કોરોના વાયરસથી અમેરિકામાં મૃતકોની સંખ્યા 3400 પાર કરી ગઈ છે. અત્યાર સુધીમાં 1.74 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે મૃતકોની સંખ્યા કોરોનાનું કેન્દ્ર રહેલા ચીનથી પણ વધુ થઈ ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે અમેરિકામાં ગત 24 કલાકમાં રેકોર્ડ મૃત્યુ 865 નોંધાયા છે. એટલે કે જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણવ્યાં મુજબ એક જ દિવસમાં 865 લોકોના મોત થયા છે.
વોશિંગ્ટન: કોરોના વાયરસથી અમેરિકામાં મૃતકોની સંખ્યા 3400 પાર કરી ગઈ છે. અત્યાર સુધીમાં 1.74 લાખ પોઝિટિવ કેસ નોંધાયા છે. અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે મૃતકોની સંખ્યા કોરોનાનું કેન્દ્ર રહેલા ચીનથી પણ વધુ થઈ ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે અમેરિકામાં ગત 24 કલાકમાં રેકોર્ડ મૃત્યુ 865 નોંધાયા છે. એટલે કે જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીના જણવ્યાં મુજબ એક જ દિવસમાં 865 લોકોના મોત થયા છે. અમેરિકાના છેલ્લા 100 વર્ષના ઈતિહાસ પર નજર ફેરવીએ તો આ સમયગાળામાં સૌથી મોટી માનવીય આફતોમાંથી આ એક છે. મોતના આ આંકડાએ 26/11ના આતંકી હુમલાના આંકડાને પણ પાછળ છોડ્યો છે જેમાં 2996 લોકોના મોત થયા હતાં. 1906ના સાન ફ્રાન્સિસકો ભૂકંપમાં 3389 લોકોના અને 1989ના સાઈક્લોનમાં 3000 લોકોૌના મોત થયા હતાં. જ્યારે આ કોરનાસૂરે અમેરિકામાં 3400 લોકોનો ભોગ લીધો છે અને સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે.
કોરોનાની સારવારમાં કઈ દવા ઉપયોગમાં લઈ શકો? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ
દુનિયાભરના કોરોના વાયરસના કેસને ટ્રેક કરનારી એજન્સીઓનું માનીએ તો હાલ અમેરિકામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 1,74,697 છે અને માત્ર એક અઠવાડિયાની અંદર જ અમેરિકામાં આ આંકડો 25000થી સીધો 1.7 લાખ પર પહોંચ્યો છે. અમેરિકાના કાંઠાના રાજ્યોમાં છેલ્લા 100 વર્ષની અંદર અનેક ભયાનક તોફાનો આવ્યાં છે અને અનેક વાર જંગલોમાં આગ લાગવાના બનાવ બન્યાં છે. પરંતુ જે ઘટના અમેરિકાના ઈતિહાસમાં કાળી ઘટના ગણાય છે તે 26/11ના આતંકી હુમલામાં લગભગ 3000 લોકોના મોત થયા હતાં. અમેરિકાને 10 અબજ ડોલરનું નુકસાન પણ થયું હતું. અમેરિકા આ કાળી યાદોને ભૂલવાની કોશિશ કરી રહ્યું હતું પણ કોરોનાએ તેને જોરદાર થપાટ મારી દીધી છે.
આઘાતજનક...તબલિગી જમાતના લોકોએ ભારત સહિત છ દેશોમાં ફેલાવ્યો કોરોનાનો ચેપ
એક્સપર્ટે મોટા નુકસાન અંગે કર્યા એલર્ટ
અમેરિકામાં સોમવારે 500થી વધુ લોકોના મોત થયા જ્યારે જ્હોન્સ હોકિન્સ યુનિવર્સિટીના જણાવ્યાં મુજબ તાજા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 865 લોકોના મોત થયા છે. બે દિવસ પહેલા જ અમેરિકાના ટોપ હેલ્થ એક્સપર્ટે ટ્રમ્પ સરકારને ચેતવણી આપી હતી કે દેશમાં એક સાથે એક લાખથી વધુ લોકોના મોત થઈ શકે છે. યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન સ્કૂલ ઓફ મેડિસિને એક અનુમાન વ્યક્ત કર્યું છે કે 20 એપ્રિલ સુધીમાં દેશમાં ડેઈલી ડેથ કેસની સંખ્યા વધીને 2000 થશે જે ખરેખર ચોંકાવનારી વાત છે.
પોતાની સારામાં સારી સ્વાસ્થ્ય સેવાઓ માટે દુનિયામાં પ્રખ્યાત અમેરિકા પર જ સ્વાસ્થ્યનું મોટું સંકટ તોળાયુ છે. પાર્ક અને રમતના મેદાનોમાં અસ્થાયી હોસ્પિટલો બની રહી છે, જ્યારે નેવીએ પણ ન્યૂયોર્ક પોર્ટ પર પોતાના જહાજને હોસ્પિટલમાં ફેરવી દીધુ છે. જેની પાસે 1000 બેડની ક્ષમતા છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube