કોરોનાની સારવારમાં કઈ દવા ઉપયોગમાં લઈ શકો? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ

સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના સંક્રમણથી ગંભીર રીતે પ્રભાવિત દર્દીઓની સારવાર માટે મલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનની સાથે સાથે એઝીથ્રોમાઈસીન આપવાની ભલામણ કરી છે.

કોરોનાની સારવારમાં કઈ દવા ઉપયોગમાં લઈ શકો? સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો જવાબ

નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના સંક્રમણથી ગંભીર રીતે પ્રભાવિત દર્દીઓની સારવાર માટે મલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીનની સાથે સાથે એઝીથ્રોમાઈસીન આપવાની ભલામણ કરી છે. મંત્રાલય દ્વારા મંગળવારે બહાર પાડેલા સંશોધિત દિશાનિર્દેશમાં કહેવાયું છે કે આ દવા હાલ 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને ગર્ભવતી મહિલાઓ તથા સ્તનપાન કરાવતી મહિલાઓને અપાઈ રહી નથી. 

મંત્રાલયે દિશાનિર્દેશોમાં આ દવાઓની ભલામણ કરતા કહ્યું કે દર્દીઓની સારવાર અંગે હાલના આંકડાઓ મુજબ કોઈ અન્ય એન્ટીવાયરલ દવા કારગર સાબિત થતી નથી. આવામાં સઘન ચિકિત્સા કેન્દ્ર (આઈસીયુ)માં દાખલ થયેલા દર્દીઓને આ બંને દવાઓ એક સાથે આપી શકાશે. 

મંત્રાલયે કોરોનાની ગંભીર અસરવાળા દર્દીઓની સારવારની દવાઓની જૂની સૂચિમાંથી એચઆઈવી વિરોધી દવાઓ લોપીનાવિર અઆને રિટોનાવિરને હટાવી લીધી છે. અત્યાર સુધી દર્દીઓની સારવારમાં ઉપલબ્ધ આંકડાઓના આધારે મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે આ દવાઓ ગંભીર દર્દીઓ પર કારગર સાબિત થઈ રહી નહતી. 

જુઓ LIVE TV

દિશાનિર્દેશમાં કોરોનાના દર્દીઓને સંક્રમણની ત્રણ શ્રેણીઓમાં ગંભીર, મધ્યમ અને સાધારણ સંક્રમણમાં વહેંચતા આ સારવારની પદ્ધતિ નક્કી કરવામાં આવી છે. જેમાં ગંભીર સ્થિતિવાળા દર્દીઓને આઈસીયુ પ્રોટોકોલના દાયરામાં રાખીને સારવાર કરવાનું કહેવાયું છે. 

દિશાનિર્દેશમાં સ્પષ્ટ રીતે દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટરોને દર્દીઓના શ્વસનતંત્રની સતત નિગરાણી કરવાનું પણ કહેવાયું છે. આ સાથે જ દર્દીઓ અને તેમના પરિજનોને સમયાંતરે વસ્તુસ્થિતિની વાસ્તવિક જાણકારીથી માહિતગાર કરવાનું પણ કહેવાયું છે. 

(ઈનપુટ-ભાષા)

ખાસ નોંધ--ડોક્ટરને પૂછ્યાં વગર કોઈ દવા લેવી નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news