અમેરિકામાં ત્રીજા રાષ્ટ્રપતિ કરશે મહાભિયોગનો સામનો? ડેમોક્રેટ્સે કરી તૈયારીઓ...
આ ગૃહમાં ડેમોક્રેટ્સની(Democrats) પુર્ણ બહુમતિ છે અને તેઓ રિપબ્લિકન રાષ્ટ્રપતિ(Republican President) સામે મહાભિયોગ(Impeachment) અંગે મતદાન કરવા જઈ રહ્યા છે. જાન્યુઆરી મહિનામાં રિપબ્લિકનના નિયંત્રણ વાળી સંસદમાં રાષ્ટ્રપતિ સામે મહાભિયોગનો(Impeachment) પ્રસ્તાવ રજુ કરવામાં આવશે.
વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ(US President) ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) સામે મહાભિયોગ(Impeachment) ચલાવવા માટે ડેમોક્રેટ્સ(Democrats) દ્વારા આક્ષેપો નક્કી કરી દેવાયા છે. જેમાં જણાવાયું છે કે, તેમણે પોતાની સત્તાનો દુરૂપયોગ કર્યો છે અને સંસદની કાર્યવાહીમાં હસ્તક્ષેપ નાખવાનો પ્રયાસ કર્યો છે. ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસમાં(America History) ત્રીજા રાષ્ટ્રપતિ હશે જે મહાભિયોગનો(Impeachment) સામનો કરવા જઈ રહ્યા છે. આવતા અઠવાડિયે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં ટ્રમ્પ સામે લાગવાયેલા મહાભિયોગના આક્ષેપો પર મતદાન યોજાશે.
આ ગૃહમાં ડેમોક્રેટ્સની(Democrats) પુર્ણ બહુમતિ છે અને તેઓ રિપબ્લિકન રાષ્ટ્રપતિ(Republican President) સામે મહાભિયોગ(Impeachment) અંગે મતદાન કરવા જઈ રહ્યા છે. જાન્યુઆરી મહિનામાં રિપબ્લિકનના નિયંત્રણ વાળી સંસદમાં રાષ્ટ્રપતિ સામે મહાભિયોગનો(Impeachment) પ્રસ્તાવ રજુ કરવામાં આવશે.
Climate Change: વાર્ષિક પરફોર્મન્સ સૂચકાંકમાં ભારતનો મોટો કૂદકો, ટોપ-10માં સામેલ
હાઉસ જ્યુડિસિયરી કમિટીના ચેરમેન જેરોલ્ડ નેડલરે પત્રકારોને જણાવ્યું કે, "ટ્રમ્પે યુનાઈટેડ સ્ટેટ્સના બંધારણને જોખમમાં મુક્યું છે 2020ની ચૂંટણીને હળવાશથી લીધી છે અને રાષ્ટ્રીય સુરક્ષાને લકવાગ્રસ્ત કરી નાખી છે. કાયદાથી પર કોઈ નથી, પછી ભલે તે રાષ્ટ્રપતિ કેમ ન હોય."
ડેમોક્રેટ્સે ટ્રમ્પ સામે મહાભિયોગની તપાસ 24 સપ્ટેમ્બરના રોજ કરી હતી. તેમણે આરોપો લગાવ્યા હતા કે, પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન કે જેઓ 2020ની ચૂંટણીમાં રાષ્ટ્રપિત પદના ઉમેદવાર છે અને ટ્રમ્પના ડેમોક્રેટિક હરિફ છે, તેમની સામે તપાસ કરવા રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુક્રેન પર દબાણ બનાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube