વોશિંગ્ટન : અમેરિકાએ ઇરાન પર પ્રતિબંધ લગાવાયા બાદથી કડક વલણ દેખાડતા ભુમધ્ય સાગરમાં વિમાનવાહક જહાજ યુએસએસ અબ્રાહમ લિંક કરિયર સ્ટ્રાઇક ગ્રુપને ફરજંદ કરી દીધું છે. અમેરિકાનાં આ પગલાથી બંન્ને દેશોની વચ્ચે રહેલા તણાવ અને વધતી સંભાવના વ્યક્ત કરવાામાં આવી રહી છે. આ અગાઉ ટ્રમ્પ તંત્રએ ઇરાનનાં રિવોલ્યુશનરી ગાર્ડને આતંકવાદીઓની યાદીમાં નાખી દીધું હતું. તેનો અર્થ કોઇ પણ દેશ હવે ઇરાનની સેના સાથે સંબંધ રાખી શકે નહી. તેની સાથે ન તો કોઇ હથિયારની ડીલ કરવામાં આવી શકે છે ન કોઇ સંયુક્ત અભ્યાસ આયોજીત કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંગાળમાં તૃણમુલ ટોળાબાજી TAX, જયશ્રી રામ કહેનારને જેલ થાય છે: PM

અમેરિકાએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારજોન બોલ્ટનને ચેતવણી ઉચ્ચારી છે કે અમેરિકા ઇરાનને સ્પષ્ટ સંદેશ મોકલવા માટે પશ્ચિમી એશિયામાં યુએસએસ અબ્રાહમ લિંક કરિયર સ્ટ્રાઇક ગ્રુપ અને એક બોમ્બ વર્ષક કાર્યદળ ફરજંદ કરી રહ્યું છે કે અમેરિકી હિતો અથવા તેના સહયોગીઓ પર દરેક હુમલાને નિર્મમતા સાથે જવાબ આપવામાં આવશે. 

બોલ્ટને રવિવારે કહ્યું કે, ઇરાનથી મળેલા અનેક પરેશાન કરનારાઓ અને તણાવ વધારનારા સંકેતો અને ચેતવણીઓનાં જવાબમાં પશ્ચિમ એશિયામાં યુએસએસ અબ્રાહમ લિંકન જહાજને ફરજંદ કરવામાં આવ્યા છે. અમેરિકા ઇરાની શાસક સાથે યુદ્ધ નથી ઇચ્છતું પરંતુ અમે કોઇ પણ હુમલાનો જવાબ આપવા માટે સંપુર્ણ પ્રકારે તૈયાર છીએ, ભલે પછી તે છદ્મ હોય. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર અથવા તો પછી ઇરાની દળોનો હુમલો હોય.