બંગાળમાં તૃણમુલ ટોળાબાજી TAX, જયશ્રી રામ કહેનારને જેલ થાય છે: PM

વડાપ્રધાન મોદીએ લોકસભા ચૂંટણી 2019માં ભાજપ માટે સોમવારે પશ્ચિમ બંગાળનાં તામલુકમાં ચૂંટણી રેલી સંબોધી હતી

બંગાળમાં તૃણમુલ ટોળાબાજી TAX, જયશ્રી રામ કહેનારને જેલ થાય છે: PM

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2019માં ભાજપ માટે સોમવારે પશ્ચિમ બંગાળના તામલુકમાં ચુંટણી રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, મમતા દીદીએ ફોની તોફાન પર પણ રાજનીતિ કરી છે. તેમણે મારી સાથે વાત પણ ન કરી. હું ફોની તોફાનનાં કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા માંગતો હતો, પરંતુ અહંકારના કારણે બેનર્જીએ બેઠક કરવાનો જ ઇન્કાર કરી દીધો. 

વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર આરોપ લગાવતા કહ્યું કે, હું રાહ જોતો રહ્યો કે દીદી કદાચ ફોન કરશે પરંતુ તેમણે ફોન ન કર્યો. હું પશ્ચિમ બંગાળનાં લોકોની ચિંતામા હતો માટે ફરી વાર ફોન કર્યો, પરંતુ દીદીએ ફરી એકવાર વાત કરી નહોતી. તેમણે કહ્યું કે, દીદીની આ રાજનીતિ વચ્ચે હું પશ્ચિમ બંગાળના લોકોને ફરી વિશ્વાસ અપાવુ છું કે કેન્દ્રની સરકાર સંપુર્ણ શક્તિ સાથે લોકોની સાથે ઉભી છે. શક્ય તેટલી તમામ પ્રકારની સહાયતા પુરી પાડવામાં આવશે. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું હાલ ઓરિસ્સામાં ચક્રવાતથી થયેલા નુકસાન અંગે માહિતી મેળવીને આવ્યો છું. પશ્ચિમ બંગાળમાં પણ જે સ્થિતી બની છે તે તેને હું સારી પેઠે જાણુ છું.અમે બધા આ મુશ્કેલ સ્થિતીમાં તમારી સાથે ઉભા છીએ. આજકાલ મમતા દીદી એટલા પરેશાન છે કે તેઓ ભગવાનની વાત પણ નથી કરવા માંગતા. સ્થિતી એવી સર્જાઇ છે કે જે લોકો ભગવાનનું નામ લે તેને જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news