ઓસાકા: ભારતે શુક્રવારે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચે દ્વિપક્ષીય વાતચીતમાં રશિયાથી એસ 400 મિસાઇલ સરંક્ષણ પ્રણાલીની ખરીદીના ભારતના નિર્ણય પર ચર્ચા નથી થઇ. ભારતના અનુસાર બંને દેશોએ સૈન્ય સહયોગને વધારવાના ઉપાયો પર ચર્ચા કરી. એસ-400 રશિયાની સૌથી આધુનિક લાંબા અંતરની જમીનથી હવામાં પ્રહાર કરનારી મિસાઇલ સંરક્ષણ પ્રણાલી છે. રશિયાથી 2014માં આ પ્રણાલી ખરીદવા ચીન સૌથી પહેલો દેશ હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- જમ્મૂ-કાશ્મીરમાં હજૂ 6 મહિના રહેશે ‘રાષ્ટ્રપતિ શાસન’: ગૃહમંત્રી અમિત શાહ


ભારત અને રશિયાએ ગત વર્ષે ઓક્ટોમ્બરમાં પાંચ અરબ ડોલરના એસ-400 વાયુ સંરક્ષણ પ્રણાલી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જાપાન-અમેરિકા અને ભારતની ત્રિપક્ષીય બેઠક બાદ મોદીએ ટ્રમ્પની સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. ભાજપે હાલમાં જ સંસદીય ચૂંટણીમાં મોટી જીત હાંસલ કર્યા બાદ મોદીની ટ્રમ્પથી આ પહેલી મુલાકાત છે.


વધુમાં વાંચો:- મુંબઇમાં ચોમાસાનો પહેલો વરસાદ, ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા સર્જાયો ટ્રાફિક જામ


પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે આ બેઠક એટલા માટે મહત્વપૂર્ણ છે કેમકે અમેરિકાના ઉત્પાદો પર ‘ખૂબ ઊંચા’ ચાર્જ લગાવવાના ભારતના નિર્ણયની અમેરિકાના રાષ્ટ્રપતિ ખુલ્લેઆમ ટિકા કરતા રહ્યા છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ કહ્યું કે બંને નેતાઓની વચ્ચે વાતમાં રશિયાથી એસ-400 મિસાઇલ સંરક્ષણ પ્રણાલીની ખરીદવાના મુદ્દા પર ચર્ચા થઇ નથી.


વધુમાં વાંચો:- અમરનાથ યાત્રા પર આતંકી હુમલાનો ખતરો, પર્વતોમાં છુપાયેલા છે આતંકી!


તેમણે કહ્યું કે, આ બેઠક જ સાર્થક રહી તેમજ જુદા જુદા મુદ્દાઓ પર ખુલીને વાત થઇ. બંને નેતાઓએ ઘણી ચર્ચા કરી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને ચૂંટણીમાં ભારે બહુમતિથી જીત માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ ખાસ કરીને વિેદેશ મંત્રી (માઇક) પોમ્પિઓ દ્વારા તેમને મોકલવામાં આવેલા પત્રનો પણ અમેરિકાના રાષ્ટ્રપતિથી ઉલ્લેખ કર્યો હતો.


વધુમાં વાંચો:- G-20 સમિટમાં PM મોદીએ કહ્યું- જાપાન, અમેરિકા અને ઇન્ડિયાનો અર્થ છે ‘JAI’


ગોખલેએ જણાવ્યું કે, બંને નેતાઓની દ્વિપક્ષીય વાતચીત દરમિયાન 4 પ્રમુખ મુદ્દા પર વાતચીત થઇ હતી. ગોખલેએ કહ્યું કે, આ મુદ્દે ઇરાન, 5જી, વ્યાપાર અને રક્ષા સંબંધોથી સંબંધિત હતી. તેમણે કહ્યું કે, ઇરાનના સંદર્ભમાં વડાપ્રધાને અમારી ઊર્જા સંબંધિત ચિંતાઓની સાથે સાથે વિસ્તારમાં શાંતિ તેમજ સ્થિરતા સાથે જોડાયેલી ચિંતાઓને રેખાંકિત કર્યું હતું.


વધુમાં વાંચો:- J&K: બડગામમાં સુરક્ષા દળોએ ઠાર માર્યો 1 આતંકી, અન્ય આતંકવાદીઓની શોધ ચાલું


વિદેશ સચિવ જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન મોદીએ રેખાંકિત કર્યું કે, ઇરાન ભારતીય ઊર્જાનો 11 ટકા પુરવઠો આપે છે. ભારતે ઇરાનથી તેલની આયાત ઓછી કરી દીધી છે. જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા તેનાથી પ્રભાવિત થઇ રહી છે. અમે આ સ્થિતિને બનાવી રાખવા માટે સફળ રહ્યાં છે. આ વિસ્તારમાં અમારા સમુદાયના લોકો પણ છે, આ વિસ્તારમાં પણ ઊર્જાની જરૂર છે, આ ક્ષેત્રમાં અમારું આર્થિક હિત છે, તેથી ભારત આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા જાળવવાના પક્ષમાં છે. '


વધુમાં વાંચો:- આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો, ભારત-USAના સંબંધ વધુ મજબૂત થશે: PM મોદી


ગોખલેના જણાવ્યા અનુસાર, વડાપ્રધાને કહ્યું કે, ખાડી મારફતે પસાર થતા ભારતીય જહાજોની સુરક્ષા માટે ભારતે કેટલાક નૌસૈન્ય જહાજો તૈનાત કર્યા છે. વિદેશ સચિવના જણાવ્યા અનુસાર મોદી સાથે વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે તેલની કિંમત સ્થિર બની રહેશે. તેમણે જણાવ્યું હતું કે, તેલના ભાવ સ્થિર રાખવા માટે ખાડી દેશોમાં અમેરિકા શું પગલા લઇ રહ્યું છે.


વધુમાં વાંચો:- ભારત-જાપાન અને USA વચ્ચે બેઠક, PM મોદીએ કહ્યું- ‘અમારો મંત્ર સૌનો સાથ, સૌનો વિકાસ’


ગોખલેના જણાવ્યા અનુસાર બંને પક્ષ આ વાત પર સહમત થયા કે તેઓ ઈરાનના મુદ્દે તેમજ વિસ્તારમાં શાંતિ તેમજ સ્થિરતાને સુનિશ્ચિક રાખવા માટે એક બીજાના સંપર્કમાં રહશે. ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પૂર્વમાં ભારતને ચેતવણી આપી હતી કે, રશિયાથી આધુનિક મિસાઇલ પ્રણાલી ખરીદવા પર તેણે ભારત-અમેરિકા સંરક્ષણ સંબંધોને લઇને ‘ગંભીર પરિણામ’ ભોગવવા પડશે.


જુઓ Live TV:-


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...