શું થાય જો અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી ટાઈ થાય તો? ટ્રમ્પ કે બાઇડેન કોને મળશે તક
અમેરિકાના લોકો ત્રણ નવેમ્બરે પોતાના નવા રાષ્ટ્રપતિ પદની ચૂંટણી કરશે. અત્યાર સુધી નવ કરોડથી વધુ લોકો મતદાન કરી ચુક્યા છે અને આ ચૂંટણી માટે ઘણા પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વોશિંગટનઃ અમેરિકામાં 3 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન થવાનું છે. દુનિયાના સૌથી જૂના લોકતંત્રમાં મતદાન માટે થોડી કલાકો બાકી છે અને બધાની નજર તેના પર ટકેલી છે કે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ કોણ બનશે. આ વખતે સીધો મુકાબલો ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડનમાં છે. અત્યાર સુધી જે પોલ અને ટ્રેન્ડ આવી રહ્યાં છે, તેમાં જો બાઇડેને લીડ મેળવેલી છે. પરંતુ પરિણામ આ પોલથી અલગ હોઈ શકે છે. પરંતુ શું થશે જો અમેરિકાની ચૂંટણી ટાઈ થઈ જાય, શું ફરી ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા રહેશે કે બીજું કંઈ થશે. આવી પરિસ્થિતિ ઉભી થાય તો શું થઈ શકે, એક નજર કરો.
કઈ રીતે ટાઈ થઈ શકે અમેરિકાની ચૂંટણી?
તમને જણાવી દઈએ કે અત્યાર સુધી અમેરિકામાં નવ કરોડથી વધુ લોકો પોતાનો મત આપી ચુક્યા છે. અમેરિકામાં કુલ 20 કરોડથી વધુ મતદાતા છે, તેવામાં આશરે 40 ટકા મતદાન થઈ ચુક્યુ છે. પરંતુ માત્ર અમેરિકી મતદાતાના મત આપવાથી રાષ્ટ્રપતિ પદની પસંદગી થતી નથી. એટલે કે જો કોઈને વધુ મત મળે તો તેનું રાષ્ટ્રપતિ બનવાનું નક્કી નથી.
જેમ પાછલી ચૂંટણીમાં થયું હતું, હિલેરી ક્લિન્ટનને આશરે 30 લાખ મત વધુ મળ્યા હતા પરંતુ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા હતા. દરેક રાજ્યના મતદાતાના મતથી ત્યાં પર કુલ ઇલેક્ટર ચૂંટવામાં આવશે જે રાષ્ટ્રપતિની પસંદગી કરશે.
પાકિસ્તાનની તબાહી માટે 'પિંકી જાદુગરણી' જવાબદાર? અરીસામાં નથી દેખાતો ચહેરો!
હકીકતમાં અમેરિકામાં કુલ 538 ઇલેક્ટર છે જે રાષ્ટ્રપતિની ચૂંટણી કરશે તે માટે અમેરિકી સંસદમાં 14 ડિસેમ્બરે મતદાન થશે. તે અનુસાર રાષ્ટ્રપતિ પદ માટે કુલ મતોની સંખ્યા 270 હોવી જોઈએ. આ 538માથી 100 સીનેટર હોય છે, 435 રિપ્રેઝન્ટેટિવ હોય છે અને ત્રણ ઇલેક્ટર વોશિંગટન ડીસીથી ચૂંટાય છે. હવે કારણ કે 538 ઇવન નંબર છે, તો એવી પરિસ્થિતિ બની શકે છે કે બંન્ને ઉમેદવારોને 269-269 મત મળે, આવા સમયે ચૂંટણી ટાઈ થઈ શકે છે.
ચૂંટણી ટાઈ થાય તો કોણ બનશે રાષ્ટ્રપતિ?
જો ચૂંટણી ટાઈ થાય છે, તો પછી રાષ્ટ્રપતિ ચૂંટવાનો સૌથી મોટો અધિકાર અમેરિકી સીનેટનો હોય છે. અમેરિકી સીનેટે અત્યાર સુધી સંપૂર્ણ ચૂંટણી ઈતિહાસમાં બે વખત રાષ્ટ્રપતિની ચૂંટણી કરી છે.
હકીકતમાં ઇલેક્ટર્સ મત ટાઈ થવાની સ્થિતિમાં અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ મતદાન કરશે. જ્યાં કુલ રિપ્રેઝન્ટેટિવની સંખ્યા 435 છે. પરંતુ ત્યાં પર કુલ સભ્યો નહીં પરંતુ રાજ્યના બિસાબથી મતની પસંદગી થાય છે. એટલે કે કોઈ રાજ્યમાં છ રિપબ્લિકનના રિપ્રેઝન્ટેટિવ અને બે ડેમોક્રેટ્સના, તો તે રાજ્યનોમત રિપબ્લિકનના ખાતામાં જશે. ઇલેક્ટરની ચૂંટણી ટાઈ થવાની સ્થિતિમાં ત્યાંથી ઉપરાષ્ટ્રપતિ પદ માટે પસંદગી કરવામાં આવશે.
નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો ચૂંટણીનો જંગ, જાણો કોણ આગળ? ટ્રમ્પ કે બિડેન?
અહીંથી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી થયા બાદ નવી સીનેટ રાષ્ટ્રપતિ પદ માટે વોટ કરશે. પરંતુ અહીં પણ સહમતિ ન બને તો પછી હાઉસની સ્પીકરને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવી શકાય છે. એટલે કે હાલના સ્પીકર નેન્સી પૈલોસી કાર્યકારી રાષ્ટ્રપતિ બની શકે છે, જેનો ડોનાલ્ડ ટ્રમ્પની સાથે 36નો આંકડો છે.
પરંતુ આ પ્રકારની પરિસ્થિતિ અમેરિકી ચૂંટણી ઈતિહાસમાં ખુબ ઓછી જોવા મળી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube