કમલા હેરિસને `માં દુર્ગા` અને ડોનાલ્ડ ટ્રમ્પને `મહિષાસુર` રાક્ષસ દેખાડતા અમેરિકામાં વિવાદ
Kamala Harris Maa Durga Controversy: અમેરિકામાં કમલા હેરિસને માં દુર્ગા અને ડોનાલ્ડ ટ્રમ્પને મહિષાસુર રાક્ષસ દેખાડવા પર યૂએસમાં હિન્દુ સંગઠનોનો વિરોધ તેજ થઈ ગયો છે. આ તસવીરને કમલા હેરિસની ભત્રીજી મીનાએ ટ્વીટ કરી હતી.
વોશિંગટનઃ અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટી તરફથી ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ભત્રીજી મીના હેરિસ તરફથી ટ્વીટ કરવામાં આવેલી એક તસવીરને લઈને અમેરિકામાં હિન્દુ સમુદાય વચ્ચે ખુબ નારાજગી છે. તસવીરમાં કમલા હેરિસને દુર્ગા માંના રૂપમાં દેખાડવામાં આવ્યા છે અને સમુદાયે આ માટે મીના પાસે માફીની માગ કરી છે. વકીલ અને બાળ પુસ્તકોની લેખક 35 વર્ષીય મીનાએ હવે આ ટ્વીટ હટાવી દીધું છે.
હિન્દુ અમેરિકન ફાઉફન્ડેશનના સુહાગ એ શુક્લાએ એક ટ્વીટ કર્યુ, તમે માં દુર્ગાની જે તસવીર શેર કરી જેમાં તેમના ચહેરા પર બીજો ચહેરો લગાવવામાં આવ્યો છે તેનાથી દુનિયાભરના હિન્દુ સમુદાયના અનેક લોકો વ્યથિત છે. હિન્દુ અમેરિકી સમુદાયના આ પ્રતિનિધિ સંગઠને ધર્મ સંબંધિત તસવીરોના વ્યાવસાયિક ઉપયોગને લઈને દિશા-નિર્દેશ જારી કર્યા છે.
[[{"fid":"288300","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
તસવીર અપમાનજનક, ધાર્મિક સમુદાયમાં નારાજગી
હિન્દુ અમેરિકીન પોલિટીકલ એક્શન કમિટીના ઋષિ ભૂતડાએ કહ્યુ કે, અપમાનજનક તસવીર મીના હેરિસે બનાવી નથી અને તેના ટ્વીટ કર્યા પહેલા આ તસવીર વોટ્સએપ પર ચાલી રહી હતી. ભૂતડાએ કહ્યુ કે, જો બાઇડેનના અભિયાને તેમને આ વાતની પુષ્ટિ કરી છે કે તસવીર તેમના તરફથી બનાવવામાં આવી નથી. અમેરિકન હિન્દુઝ અગેન્સ્ટ ડિફેમેશનના અજય શાહે એક વ્યક્તવ્યમા કહ્યુ કે, તસવીર અપમાનજક છે અને તેનાથી ધાર્મિક સમુદાયમા નારાજગી છે.
ચીનમાં હવે 'બ્રુસેલોસિસ' બીમારીનો કહેર, ઘણા રાજ્યોમાં હજારો લોકો સંક્રમિત
તસવીરમાં કમલા હેરિસના માં દુર્ગાના રૂપમાં દેખાડવામાં આવ્યા છે જે મહિષાસુર તરીકે રજૂ કરવામાં આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો સંદાર કરી રહ્યા છે. મહત્વનું છે કે કમલા હેરિસ ભારતીય અને આફ્રીકી મૂળના છે. માનવામાં આવી રહ્યુ છે કે બાઇડેને આ બંન્ને સમુદાયને પોતાની સાથે લાવવા માટે કમલા હેરિપને પોતાના રનિંગ મેટ બનાવ્યા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube