US Election 2020: મેલાનિયા ટ્રમ્પ બોલી- રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક યોદ્ધા છે
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પે પોતાના પતિ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જોરદાર પ્રશંસા કરી છે. મેલાનિયાએ કહ્યું કે, મારા પતિ એક યોદ્ધા છે.
મિલવોકી (અમેરિકા): અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની મેલાનિયા ટ્રમ્પે પોતાના પતિ માટે ચૂંટણી પ્રચાર કરતા મંગળવારે કહ્યુ કે, અમેરિકાના લોકોનું મનોબળ કોરોના વાયરસથી વધુ શક્તિશાળી છે અને રાષ્ટ્રપતિ એક યોદ્ધા છે. તેણે કહ્યું, 'ડોનાલ્ડ એક યોદ્ધા છે.' તેઓ પોતાના દેશને પ્રેમ કરે છે અને તમારા માટે દરરોજ સંઘર્ષ કરે છે.
મેલાનિયાએ કહ્યું, ઈતિહાસમાં પ્રથમવાર, આ દેશના નાગરિકોને સોશિયલ મીડિયા દ્વારા દરરોજ પોતાના રાષ્ટ્રપતિ સાથે તત્કાલ અને સીધો સંવાદ કર્યો. તેઓ પોતાની વાત જે રીતે રાખે છે તેનાથી હું હંમેશા સહમત નથી હોતી પરંતુ તેમના માટે તે મહત્વપૂર્ણ છે કે તેઓ તે લોકો સાથે સીધો સંવાદ કરે જેના માટે તે કામ કરે છે.
પેન્સિલ્વેનિયા રાજ્યમાં પ્રથમવાર સાર્વજનિક રીતે પ્રચાર અભિયાનમાં ભાગ લેતા તેમણે કહ્યું કે, તેણે ન માત્ર એક દર્દી પરંતુ ચિંતિત માતા અને પત્ની તરીકે પણ પણ કોવિડ-19ના પ્રભાવોનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. મેલાનિયાએ કહ્યું- હું જાણું છું કે આ શાંત દુશ્મને ઘણા લોકોના જીવ લઈ લીધા છે. આ મુશ્કેલ સમયમાં મારા પરિવારની પ્રાર્થનાઓ અને સંવેદનાઓ તમારી સાથે છે.
પયગંબર કાર્ટૂન વિવાદઃ ફ્રાન્સ વિરુદ્ધ મુસ્લિમ દેશોમાં ભડક્યો ગુસ્સો, બાંગ્લાદેશમાં જોરદાર પ્રદર્શન
તેમણે કહ્યું, આપણે બધા જાણીએ છીએ કે અમેરિકાના લોકોનું મનોબળ આ વાયરસથી વધુ શક્તિશાળી છે. આપણે તે સાબિત કર્યું છે કે આપણે આ અણધાર્યા પડકારનો સામનો કરી શકીએ અને તે કરીને દેખાડીશું. અનિશ્ચિતતાના આ સમયમાં આગળ આવીને જેણે સહાયતા કરી છે હું તે બધાનો આભાર માનુ છું. પ્રથમ હરોળમાં કામ કરનારા શિક્ષકો, સ્વાસ્થ્ય કર્મીઓ અને આવા અન્ય લોકો પ્રત્યે મારો અને મારા પતિનો આભાર.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube