America Election 2024: યુએસ ચૂંટણીઓ (US elections) સાથે, H-1B વિઝા ચર્ચાનો વિષય બની રહ્યા છે, હવે ડોનાલ્ડ ટ્રમ્પ જીતી જતાં હવે પ્રશ્ન એ છે કે વાર્ષિક 85,000 H-1B વિઝાની ફાળવણીનું શું થશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

H-1B વિઝા નીતિમાં ફેરફાર શા માટે સંવેદનશીલ બાબત છે?
H-1B વિઝા ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS), ઇન્ફોસિસ, HCL ટેક્નોલોજીસ અને વિપ્રો જેવી IT કંપનીઓને તેમના કર્મચારીઓને અમેરિકા મોકલવાની મંજૂરી આપે છે. જો કે, અહેવાલો અનુસાર, તેઓ તેમની આવકના 50 ટકાથી વધુ માટે અમેરિકન ગ્રાહકો પર નિર્ભર છે. જોકે, હવે આ અમેરિકન વિઝાને લઈને પરિસ્થિતિ બદલાઈ શકે છે.


H-1B વિઝા પર ડોનાલ્ડ ટ્રમ્પનો કયો છે મત
ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)અગાઉ H1-B વિઝાને અમેરિકન કામદારો માટે "ખૂબ જ ખરાબ" અને "અયોગ્ય" ગણાવ્યા હતા. 2020 માં તેઓ રાષ્ટ્રપતિ હતા ત્યારે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબરે H1-B વિઝા ધારકના લઘુત્તમ પગારને પ્રમાણભૂત યુએસ કર્મચારી કરતા વધારવા માટે એક નવા નિયમની દરખાસ્ત કરી હતી, પરંતુ પછીથી તેને અટકાવી દેવામાં આવી હતી. જો ટ્રમ્પ જીતે છે, તો શક્ય છે કે તેઓ સ્થાનિક લોકોની ભરતી માટે કંપનીઓ પર દબાણ લાવે. આ ઉપરાંત પગાર મર્યાદા પણ વધારી શકાય છે.


આ પણ વાંચોઃ Photos: ટ્રમ્પ રૂપનો શોખિન : એક નહીં 3 પત્નીઓ, પત્નીઓ સુપર મોડેલ કે એક્ટ્રેસ


ટ્રમ્પના અગાઉના કાર્યકાળ દરમિયાન H-1B વિઝા માટેની અરજી સ્વીકારવાના દરમાં ઘટાડો થયો હતો. પાત્રતાના માપદંડો વધુ કડક કરવામાં આવ્યા હતા. પગાર વધારે હોય તો જ વિઝા આપવાની શરત મૂકવામાં આવી હતી. વિઝા પ્રોસેસિંગનો સમય પણ વધારવામાં આવ્યો હતો, જેના કારણે લોકો માટે H-1B વિઝા મેળવવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું.


H-1B વિઝા શું છે?
H-1B એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકન કંપનીઓને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, ગણિત (STEM) અને IT જેવી વિશિષ્ટ નોકરીઓ માટે વિદેશી કામદારોને રાખવા અને રોજગારી આપવાની મંજૂરી આપે છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલમાં દાવો કરાયો છે કે હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી દ્વારા લિગલ ઇમિગ્રેશન રૂટ પર પ્રતિબંધ મૂકતા આદેશ પર હસ્તાક્ષરનું પણ પ્લાનિંગ છે. રિપોર્ટ અનુસાર, સ્ટીફન મિલર અને અમેરિકા ફર્સ્ટ પોલિસી ઇન્સ્ટિટ્યૂટ સહિતના કન્સલ્ટન્ટ આ માટે એક્ઝિક્યુટિવ ઓર્ડર, રેગ્યુલેશન્સ અને મેમોરેન્ડમ પણ તૈયાર કરી રહ્યા છે.