ચૂંટણી જીતતાં જ બદલાયા Joe Bidenના તેવર, માસ્કને લઇને કહી આ મોટી વાત
યૂએસ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન (CDC)ના એક પેનલે કહ્યું હતું કે હેલ્થ વર્કર્સ અને નર્સિંગ હોમમાં રહેતા લોકોને પહેલાં ફેજમાં રસીકરણ હોવું જોઇએ.
નવી દિલ્હી: યૂએસ ફૂડ એન્ડ ડ્રગ્સ એસોસિએશન (FDA)જ્યાં આ મહિનામાં COVID-19 વેક્સીન્સની પ્રભાવકારીકતાનું આંકલન કરવા માટે તૈયાર છે, તો બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટાયેલા જો બાઇડેન (Joe Biden)એ કહ્યું કે તે વેક્સીનેશન (Vaccination)ને 'અનિવાર્ય' નહી કરે. જોકે તેમણે એ પણ કહ્યું કે રાષ્ટ્રપતિના રૂપમાં પોતાની શક્તિઓનો ઉપયોગ લોકોને યોગ્ય દિશામાં કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં કરશે.
માસ્કની અનિવાર્યતાથી કર્યો ઇનકાર
બાઇડેનથી જ્યારે પૂછવામાં આવ્યું કે શું વેક્સીનને અનિવાર્ય કરવી જોઇએ, તો તેમણે કહ્યું કે 'ના મને લાગે છે કે આ અનિવાર્ય હોવું જોઇએ, હું તેને અનિવર્યા કરવાની માંગ કરીશ નહી. આ પ્રકારે હું નથી ઇચ્છતો નથી કે દેશભરમાં માસ્કને અનિવાર્ય કરવું જોઇએ નહી.
બાઇડેનએ ભાર મુકીને કહ્યું કે 'પરંતુ હું સંયુક્ત રાજ્યના રાષ્ટ્રપતિના રૂપમાં તે બધુ કરીશ, જે લોકોને યોગ્ય કામ કરવા માટે પ્રોત્સાહિત કરે અને જ્યારે તે તેને બતાવવા માટે આમ કરે છે તો આ મહત્વ ધરાવે છે.'
પહેલાં ફેજમાં હેલ્થ વર્કર્સનું થશે વેક્સીનેશન
યૂએસ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન (CDC)ના એક પેનલે કહ્યું હતું કે હેલ્થ વર્કર્સ અને નર્સિંગ હોમમાં રહેતા લોકોને પહેલાં ફેજમાં રસીકરણ હોવું જોઇએ.
રિપોર્ટ્સ અનુસાર માનીએ તો જો ફાઇઝર અને મોર્ડનાના રસીને મંજૂરી આપવામાં આવે તો અમેરિકા આ મહિને ઓછામાં ઓછા 4 કરોડ લોકોનું રસીકરણ કરવા માટે તૈયાર છે. આ બંને જ કંપનીઓન વેક્સીનની દરેક વ્યક્તિને 2-2 ડોઝની જરૂર હશે. સીડીસીએ કહ્યું કે ડિસેમ્બર બાદ અમેરિકા અધિકારીઓને દર અઠવાડિયે 50 લાખથી 1 કરોડ વેક્સીન ડોઝ મળવાની આશા છે.
આ મામલે એફડીએની 10 ડીસેમ્બરના રોજ બેઠક થશે જેમાં ફાઇબર-બાયોએનટેક વેક્સીનનું મુલ્યાંકન કરવામાં આવશે, જેને લઇને કંપનીનું કહેવું છે કે તે 95 ટકા પ્રભાવી છે.
તમને જણાવી દઇએ કે અમેરિકામાં અત્યાર સુધી કોવિડ 19ના કારણે 1.4 કરોડ વધુ કેસ અને 2.78 લાખથી લોકોના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube