વોશિંગ્ટન: કોરોના સામે જંગમાં અમેરિકાએ મોર્ડના (Moderna)ની COVID-19 વેક્સીનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઇ છે. તે પહેલાં અમેરિકા Pfizer વેક્સીનના ઉપયોગને મંજૂરીઆપી ચૂકી છે એટલે કે હવે કોરોના સામે મુકાબલા માટે બે વિકલ્પ હશે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (FDA) પાસેથી મંજૂરી મળ્યા બાદ Moderna એ ટ્વીટ કરીને તેની જાણકારી આપી છે. માનવામાં આવી રહ્યું છે કે આગામી અઠવાડિયાથી રસીકરણનું કામ શરૂ કરવામાં આવી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફક્ત 194 રૂપિયામાં મળશે LPG સિલિન્ડર, Paytm લઇને આવ્યું નવી ઓફર


Risk ઓછું કરવામાં કારગર
Moderna એ પોતાના ટ્વીટમાં લખ્યું છે ''કોરોના વાયરસ  (CoronaVirus)ની સારવાર માટે અમે એફડીએ પાસેથી વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઇ છે. 18 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોને વેક્સીન લગાવવામાં આવશે.'' FDAની એક પેનલે કહ્યું વેક્સીન 18 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના લોકોમાં કોરોનાના જોખમને ઓછું કરવામાં કારગર છે. તમને જણાવી દઇએ કે આ પેનલે ફાઇઝર અને જર્મન પાર્ટનર   BioNTech ની વેક્સીનને લીલી ઝંડી મળી હતી. 


ગેસ લિકેજના લીધે જમીન ફાટી, પલકારામાં 'સીતા'ની માફક મહિલા જીવતી સમાઇ ગઇ


સૌથી મોટું રસીકરણ 
અમેરિકામાં સોમવારે ફાયઝરની કોરોના વેક્સીન લગાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. અમેરિકા સરકારે તેને ઇતિહાસનું સૌથી મોટું રસીકરણ અભિયાન ગણાવ્યું છે.આ વેક્સીન સૌથી પહેલાં અમેરિકા સ્વાસ્થ્યકર્મીઓને આપવામાં આવી રહી છે. અમેરિકામાં કોરોના બેકાબૂ બનવાનું કારણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનું વાયરસને ઓછું આંકવાનો છે. ટ્રમ્પ શરૂઆતથી જ કડક ઉપાયો વિરૂદ્ધ હતા અને ઘણા અવસરો પર પોતાને નિયમોનું ઉલ્લંઘન કરતાં જોવા મળ્યા. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેમની હારનું એક કારણ આ પણ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube