વોશિંગ્ટન: એવું માનવામાં આવી રહ્યું છે કે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન હવે ચીનની સાથે ઊંડાણપૂર્વક 'સદભાવના' વાર્તા કરી રહ્યા છે. જેથી કરીને આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સમિતિમાં વૈશ્વિક આતંકી જાહેર કરાવવા મામલે કોઈ 'સમાધાન' કાઢી શકાય. આ મામલાના જાણકાર લોકો મુજબ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરાવવા સંબંધી પ્રસ્તાવની ભાષાને લઈને પણ ચીન સાથે વાત કરી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે હાલમાં જ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જૈશના આતંકી ચીફ મૌલાના મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા અંગેનો એક પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ પ્રસ્તાવ પર ચીને બુધવારે વીટો અધિકારનો ઉપયોગ કરીને ચોથી વાર છેદ ઉડાવી દીધો. 


આ ત્રણેય દેશોએ જમ્મુ અને કાશ્મીરના  પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ જૈશના આતંકી દ્વારા થયેલા આતંકી હુમલાના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવના થોડા દિવસ બાદ પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના કુલ 44 જવાનો શહીદ થયા હતાં. 


મામલાના જાણકારોના મત મુજબ જો આ પ્રયત્ન બાદ પણ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર નહીં કરી શકાય તો ત્રણેય સ્થાયી સભ્યો આ મુદ્દે ખુલ્લી ચર્ચાનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્રની સૌથી શક્તિશાળી શાખામાં રજુ કરવાની યોજના ઘડી રહ્યાં છે. ભારતે ચીનના આ વલણ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે અને પ્રસ્તાવ રજુ કરનારા દેશોએ પણ ચીનને ચેતવ્યું છે કે પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે અન્ય પગલાં ઉપર પણ વિચાર કરાશે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...