ટ્રેન શું હોય છે.... આ 27 દેશોમાં લોકોએ આજ સુધી નથી જોઈ રેલવે, અહીં જુઓ લિસ્ટ
રેલવે એ પરિવહનનું જૂનું અને લોકપ્રિય માધ્યમ છે. આજે, વિશ્વનું સૌથી જૂનું રેલ નેટવર્ક અમેરિકામાં છે, જ્યારે ચીન હાઇ સ્પીડ રેલવેમાં આગળ છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આજે પણ દુનિયાના બે ડઝનથી વધુ દેશો પાસે રેલ નેટવર્ક નથી. જુઓ આ યાદીમાં કોણ કોણ સામેલ છે...
નવી દિલ્હીઃ રેલવેને ટ્રાન્સપોર્ટ્રેશનની સૌથી જૂની પદ્ધતિ માનવામાં આવે છે. તેની શરૂઆત ગ્રીસમાં ઈસાથી પણ છસો વર્ષ પહેલા થઈ હતી. પહેલા ખાણમાં તેનો ઉપયોગ થતો હતો પરંતુ સ્ટીમ એન્જિન બાદ કોમર્શિયલ રેલવેની શરૂઆત થઈ હતી. તેનાથી લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં સરળતા થઈ. આજે દુનિયાના મોટા ભાગના દેશોમાં રેલવે નેટવર્કનો ઉપયોગ થાય છે. દુનિયામાં સૌથી મોટું રેલ નેટવર્ક અમેરિકામાં છે પરંતુ હાઈ સ્પીડ ટ્રેનના મામલામાં ચીન સૌથી આગળ નિકળી ગયું છે. રેલ નેટવર્કના મામલામાં અમેરિકા બાદ ચીન બીજા, રશિયા ત્રીજા અને ભારત ચોથા સ્થાને છે. ભારતમાં દરરોજ આશરે 11,000 ટ્રેન ચાલે છે અને કરોડો લોકો સફર કરે છે. રેલવેને ભારતની લાઇફલાઇન કહેવામાં આવે છે. પરંતુ આજે પણ દુનિયાના નક્શા પર ઘણા એવા દેશ છે જ્યાં રેલવે નેટવર્ક નતી. આવો આ દેશ વિશે જાણીએ.
આ દેશમાં આપણો પાડોશી દેશ ભૂતાન પણ સામેલ છે. પરંતુ હવે ભારત ત્યાં એક રેલ લાઈન બનાવી રહ્યું છે. 57 કિમીની આ લાંબી લાઈન 2026 સુધી પૂર્ણ થવાની આશા છે. જે દેશોમાં રેલ નેટવર્ક નથી તેમાં મોટા ભાગના દેશ ખુબ નાના અને દ્વીપ દેશ છે. એન્ડોરા દુનિયાનો 11મો સૌથી નાનો દેશ છે. આ રીતે દુનિયાના નક્શામાં ઉભરેલા સૌથી નવા દેશ ઈસ્ટ તિમૂરમાં પણ રેલ નેટવર્ક નથી. પરંતુ ત્યાં હવે રેલ નેટવર્ક બનાવવા પર વાત ચાલી રહી છે. પશ્ચિમી આફ્રિકી દેશ ગિની-બિસાઉમાં પણ રેલ નેટવર્ક નથી. ખાડી દેશ કુવેત પણ રેલ નેટવર્કથી વંચિત છે. પરંતુ ત્યાં હવે ઘણી રેલ પરિયોજનાઓ પર કામ થઈ રહ્યું છે. માલ્ટા અને સાઇપ્રસ જેવા દેશોએ ખોટને કારણે રેલ નેટવર્ક બંધ કરી દીધુ છે. સાથે આઇસલેન્ડ ઘણા દેશોમાં મુશ્કેલ ભૌગૌલિક પરિસ્થિતિઓને કારણે રેલ નેટવર્ક બનાવવામાં આવ્યું નથી.
આ પણ વાંચોઃ ગુજરાતી ગેસ કંપનીનો આવી રહ્યો છે IPO,GMP માં તેજી, જાણો પ્રાઇઝ બેન્ડ
આ દેશોમાં નથી રેલ નેટવર્ક
જે દેશોમાં રેલ નેટવર્ક નથી તેમાં એન્ડોરા, ભુતાન, સાઇપ્રસ, ઈસ્ટ તિમૂર, ગિની-બિસાઉ, આઇસલેન્ડ, કુવૈત, લીબિયા, મકાઉ, માલ્ટા, માર્શલ આઇલેન્ડ્સ, મોરીશસ, માઇક્રોનેશિયા, નાઇઝર, ઓમાન, પાપુઆ ન્યૂ ગિની, કતર, રવાંડા, સૈન તુવાલૂ, વનુઆતૂ અને યમન સામેલ છે. તેમાં મોટા ભાગના દેશ નાના-નાના ટાપૂ દેશ છે. કતર, કુવૈત અને ઓમાન દુનિયાના ધનીક દેશોમાં છે. ત્યાં શાનદાર રસ્તાઓ છે તેથી રેલવે નેટવર્કની જરૂરીયાત ઉભી થઈ નથી. પરંતુ કતરમાં 2022માં ફુટબોલ વિશ્વકપને જોતા મેટ્રો નેટવર્ક બનાવવામાં આવ્યું છે.
સૌથી મોટું રેલ નેટવર્ક
વિશ્વનું સૌથી મોટું રેલ નેટવર્ક અમેરિકામાં છે. આ દેશમાં 148,553 રૂટ કિમી રેલ લાઇન છે. ચીનમાં રેલ નેટવર્ક 109,767 રૂટ કિમી છે. ત્યારબાદ રશિયાનો નંબર છે. આ દેશમાં રેલ લાઇનની લંબાઈ 68103 કિમી છે. કેનેડામાં આ 48,150 રૂટ કિમી છે. ત્યારબાદ જર્મની, બ્રાઝિલ અને ફ્રાન્સનો નંબર છે. આધુનિક રેલની જનની બ્રિટનમાં 16,179 રૂટ કિમી રેલ લાઇન છે. પાકિસ્તાનમાં રેલ લાઈનની લંબાઈ 7791 રૂટ કિમી છે. વેનેજુએલામાં રેલ નેટવર્ક માત્ર 336 રૂટ કિમી છે, જ્યારે યુએઈમાં 279 રૂટ કિમી, લક્ઝમબર્ગમાં 271 રૂટ કિમી અને હોંગકોંગમાં 230 રૂટ કિમી છે.