વોંશિંગ્ટન : અમેરિકાનાં ગુપ્તચર પ્રમુખે પોતાનાં સાંસદોને જણાવ્યું કે,મેમાં યોજનારા લોકસભા ચૂંટણી પહેલા ભારતને સાંપ્રદાયિક તણાવનો સામનો કરવો પડી શકે છે. નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર ડેન કોટ્સે અમેરિકી સેનેટ સિલેક્ટ કમિટીને લેખીત નિવેદનમાં જણાવ્યું કે, ભાજપ જો રાષ્ટ્રવાદી વિષયોને મહત્વ આપે છે તો ભારતમાં સંસદીય ચૂંટણી પહેલા સાંપ્રદાયિક હિંસા ભડકી શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોટ્સનું આ નિવેદન અમેરિકી ગુપ્તચર સમુદાયનાં આ રિપોર્ટમાં સમાવેશ થાય છે જેને વર્ષ 2019 માટે વિશ્વભરમાં ખતરાની ગણત્રી તરીકે તૈયાર કરવામાં આવ્યો છે. કેટ્સ વિશ્વમાં ખતરાની સંભાવના અંગે પોતાનાં રિપોર્ટને પ્રસ્તુત કરવા માટે સિલેક્ટ કમિટી સમક્ષ રજુ થયા હતા. સેનેટની મીટિંગમાં ભારતની યાત્રાથી પરત ફરેલા CIAનાં નિર્દેશક ગીના હેસ્પેલ પણ હાજર રહ્યા હતા. 

કોટ્સે સમિતીને જણાવ્યું કે, મોદીના કાર્યકાળ દરમિયાન ભાજપની નીતિઓએ કેટલીક પાર્ટી શાસિત રાજ્યોમાં સાંપ્રદાયીક તણાવ ગાઢ બન્યો છે. હિંદુ રાષ્ટ્રવાદી કેમ્પેનમાં જોવા મળી શકે છે. પોતાના સમર્થકોને ઉત્તેજીત કરવા માટે નિમ્ન સ્તર પર હિંસા ભડકાવવામાં આવી શકે છે, કોટ્સે ચેતવણી ઉચ્ચારી કે સાંપ્રદાયીક સંઘર્ષ વધવાનાં કારણે ભારતીય મુસલમાનો અલગ પાડવામાં આવી શખે છે. તેના કારણે ઇસ્લામી આતંકવાદી સમુહોને ભારતમાં પોતાનો પ્રભાવ વધારવાની તક મળી જશે. 

કોટ્સે કહ્યું કે, ઓછામાં ઓછુ ચૂંટણી થતા સુધીમાં સીમાપાર  આતંકવાદ અને સંબંધોમાં તણાવ ચાલુ રહી શકે છે. કોટ્સે આગળ કહ્યું કે, અમારૂ અનુમાન છે કે 2019 સુધીમાં સીમાપાર આતંકવાદ, નિયંત્રણ રેખા પારથી ગોળીબાર, વિભાજનકારી લોકસભા ચૂંટણી અને ઇસ્લામાબાદના અમેરિકા અને ભારતના મુદ્દે પર્સેપ્શન બંન્ને પાડોશી દેશોના તણાવને વધારવામાં મહત્વનું યોગદાન રહેશે. 

ચીન સાથે સંબંધો પર કોટ્સે કહ્યું કે, 2017માં સીમા પર તણાવ બાદ બંન્ને પક્ષોની તરફથી ચાલી રહેલા પ્રયાસો છતા ભારત અને ચીનના સંબંધો પણ તણાવપુર્ણ રહી શકે છે. આ ચેતવણી લોકસભા ચૂંટણી પહેલા આવી છે. જે ખુબ જ મહત્વપુર્ણ છે.હાલમાં રામ મંદિર વિવાદ પણ ખુબ જ ચર્ચામાં છે.