બગદાદઃ અમેરિકાના હુમલામાં માર્યા ગયેલા પોતાના જનરલ કાસિમ સુલેમાનીને ઈરાન ઐતિહાસિક અંતિમ વિદાય આપી રહ્યું છે. શનિવારે બગદાદના રસ્તાઓ પર સુલેમાનીનો જનાજો નિકળ્યો, જેમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા. ઈરાનમાં સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લાહ ખામેનેઈ બાદ બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિના અંતિમ સંસ્કારમાં સામેલ લોકોએ કાળા કપડા પહેરી રાખ્યા છે અને તેમના હાથમાં ઇરાકી અને ઈરાન સમર્થિત મિલિશિયાના ધ્વજ હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જુલૂસમાં ઈરાનના ઘણા શક્તિશાળી નેતા અને ગણમાન્ય લોકો પણ જોવા મળ્યા હતા. ઈરાનની મેહર ન્યૂઝ એજન્સી અનુસાર, સુલેમાનીની એક શબયાત્રા રવિવારે સવારે તેહરાનમાં પણ આયોજીત થશે, આ દરમિયાન ઇસ્લામિક ક્રાંતિના નેતા ખામેનેઈ એક પ્રાર્થના સભામાં ભાગ લેશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ત્યારબાદ મૃતદેહને સુલેમાનીની જન્મભૂમિ કેરમન શહેરમાં દફનાવવા માટે લઈ જવામાં આવશે. 


શનિવારે ગ્રીન જોન સરકાર અને રાજદ્વારી પરિસર તરફ જતાં પહેલા બગદાદના કાજિમિયામાં જુલૂસ કાઢવામાં આવ્યું હતું. અહીં થનારા રાજકીય અંતિમ સંસ્કારમાં ઘણા ટોચના ગણમાન્ય લોકોએ ભાગ લીધો હતો. સુલેમાનીના વફાદારોએ અંતિમ સંસ્કાર સમયે કાળા કપડા પહેરી રાખ્યા હતા. મહત્વનું છે કે જનરલ સુલેમાનીને ઇરાકની રાજધાની બગદાદદમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની પાસે શુક્રવારે અમેરિકાના હવાઈ હુમલામાં મારી નાખવામાં આવ્યા હતા. 


'યુદ્ધ'ના ભણકારાથી સમગ્ર વિશ્વમાં તણાવ, અમેરિકનો ઈરાક છોડી ભાગવા લાગ્યા


શિયાઓના જેમ્સ બોન્ડ કહેવાતા કાસિમ
ઇરાજ મસ્જેદીએ કહ્યું કે, ઇરાકના કાર્યવાહક વડાપ્રધાન અદેલ અબ્દુલ મહદીની સાથે એક બેઠકમાં તેમણે કહ્યું કે, ઇરાકના લોકોએ ભાર આપીને કહ્યું કે, ઇરાકી રાજધાનીમાં સુલેમાનીની અંતિમ યાત્રા કાઢવી જોઈએ. તેમણે કહ્યું કે, સુલેમાનીની સાથે ઇરાકના પોપ્યુલર મોબિલાઇઝેશન ફ્રન્ટ (પીએમએફ)ના અધિકારી અબૂ મહદી અલ-મુન્હાદિસની પણ સન્માનની સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવશે, તેમનું પણ શુક્રવારે થયેલા હુમલામાં મોત થયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube