નવી દિલ્હી: વ્હાઈટ હાઉસની કોરોના વાયરસ (Coronavirus) ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટર એન્થોની ફૌસીએ કોરોના કાળ વચ્ચે અમેરિકનોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, જો લોકો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)ની પ્રચાર રેલીમાં ભાગ લેવા ઈચ્છે છે, તો તેમના માટે આ ખતરનાક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં તેમણે આ સલાહ બ્લેક લાઈવ્સ મેટર (Black Lives Matter) અને ટ્રંપ વિરોધી પ્રદર્શનકારીઓને પણ આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- અમેરિકામાં આંતરિક અસ્થિરતાનો ફાયદો દુશ્મનો ઉઠાવી શકે: NSA એ આપી ચેતવણી


એન્થોની ફૌસીએ કહ્યું કે, ટાળા એકઠા કરવા ખતરો અને જોખમ ભર્યું છે. તેમણે રેલીમાં સામેલ થનાર તમામ લોકોને માસ્ક પહેરા અને હાથને સાફ રાખવાની સલાહ આપી છે. એક ઇન્ટરવ્યૂમાં ફૌસીએ કહ્યું કે, તમે જાણો છો, આ તે લોકો માટે એક ખતરો છે જે પ્રદર્શનને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. આ તે લોકો માટે પણ એક ખતરો છે જે પ્રદર્શન કરી રહ્યાં છે. એટલા માટે આ એક જોખમ ભર્યું કામ છે.


આ પણ વાંચો:- શું સ્વસ્થ લોકોનાં પ્લાઝમાંથી અટકી શકે છે કોરોના વાયરસનો પ્રકોપ? થયું રસપ્રદ સંશોધન


તમને જણાવી દઇએ કે, ડોનાલ્ડ ટ્રંપે 19 જૂનના પ્રચાર રેલીની જાહેરાત કરી છે. જેમાં અમેરિકામાં જુનેથેનથ તરીકે ઓળખવામાં આવે છે. જે ગુલામીના અંતનું પ્રતીક છે. ટ્રંપે એક નિવેદનમાં કહ્યું હતું કે, હું તે દિવસે એક રેલી કરી રહ્યો છું, તમે વાસ્તવિકતામાં સકારાત્મક થઈ ઉત્સવ વિશે વિચારી શકો છો. ટ્રંપે વધુમાં કહ્યું કે, શું મારા માટે એક રેલી એક ઉત્સવ છે. આ એક દિલચસ્પ તારીખ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube