ટ્રમ્પને મત આપનારા પુરુષો મોટી મુશ્કેલીમાં? ક્યાંક લગ્ન કરવાના ફાંફાં ન પડી જાય, છેડાયું `વિચિત્ર` અભિયાન
અનેક મહિલાઓએ ચૂંટણી પરિણામ આવ્યાના ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પના સમર્થકો વિરુદધ એક વિચિત્ર વિરોધ અભિયાન ચાલુ કર્યું છે. મહિલાઓ દ્વારા આ વિરોધના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ પદ પર ટ્રમ્પનું બિરાજમાન થવું અનેક અમેરિકન મહિલાઓને પસંદ પડી રહ્યું નથી. આ કારણસર અનેક મહિલાઓએ ચૂંટણી પરિણામ આવ્યાના ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પના સમર્થકો વિરુદધ એક વિચિત્ર વિરોધ અભિયાન ચાલુ કર્યું છે. મહિલાઓ દ્વારા આ વિરોધના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે જેને 4B મૂવમેન્ટ નામ અપાયું છે.
શું છે આ 4B મૂવમેન્ટ?
સોશિયલ મીડિયા પર અમેરિકન મહિલાઓની આ મૂવમેન્ટને લઈને જે વીડિયો વાયરલ થઈ રહ્યા છે તેમાં મહિલાઓ એવું કહેતી જોવા મળે છે કે તેઓ આગામી ચાર વર્ષ સુધી એવા પુરુષોથી અંતર જાળવશે જેમણે ટ્રમ્પને મત આપ્યા છે. આ મહિલાઓ દક્ષિણ કોરિયાના એક ફેમિનિસ્ટ મૂવમેન્ટની જેમ એવા પુરુષોનો બહિષ્કાર કરી રહી છે જેમણે ચૂંટણીમાં ટ્રમ્પને સમર્થન આપ્યું. જેથી કરીને જેમણે ટ્રમ્પને સપોર્ટ કર્યો છે તેવા પુરુષોને તેઓ ચાર વર્ષ સુધી ડેટિંગ નહીં કરે કે લગ્ન પણ નહીં કરે. જેને 4B મૂવમેન્ટ કહેવામાં આવી રહી છે.
ટ્રમ્પ સમર્થકો સાથે સંબંધ નહીં?
ટેલિગ્રાફના રિપોર્ટ મુજબ અનેક લિબરલ મહિલાઓએ નક્કી કર્યું છે કે તેઓ ટ્રમ્પને વ્હાઈટ હાઉસ પહોંચવામાં મદદ કરનારા પુરુષોનો 4 વર્ષ માટે બોયકોટ કરશે. એટલે કે આગામી ચાર વર્ષ સુધી આ મહિલાઓ આવા પુરુષોને ડેટ નહીં કરે કે લગ્ન નહીં કરે, સેક્સ નહીં કરે કે ન તો બાળકો પેદા કરશે. સ્પષ્ટ છે કે ટ્રમ્પના સમર્થકો માટે આ મોટી મુશ્કેલી બની શકે છે.
દક્ષિણ કોરિયામાં જોવા મળી હતી 4B મૂવમેન્ટ?
2010ના દાયકામાં દક્ષિણ કોરિયામાં 4B મૂવમેન્ટ ચલાવવામાં આવી હતી. જેમાં પુરુષોનો બહિષ્કાર કરાયો હતો. વાત જાણે એમ છે કે કોરિયન ભાષામાં B નો અર્થ 'ના' એટલે કે 'નહીં' થાય છે.
કમલા હેરિસને જોવા માંગતા હતા પદ પર
અમેરિકામાં ક્યારેય કોઈ મહિલા રાષ્ટ્રપતિના પદ પર ચૂંટાઈ આવ્યા નથી અને એટલે જ આ કારણસર આ વર્ષે મોટા પાયે મહિલાઓ કમલા હેરિસને જીતતા જોવા માંગતી હતી. પરંતુ એવું શક્ય બન્યું નહીં. બીજી બાજુ ટ્રમ્પની છબી મહિલા વિરોધી છે અને તેમના પર અનેક કેસ પણ ચાલે છે. જેથી કરીને મહિલાઓએ ટ્રમ્પ સમર્થકોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો.