બિજિંગઃ ચીને સોમવારે દાવો કર્યો કે, પાકિસ્તાનમાંથી સંચાલિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર તરફથી વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના મુદ્દાનો ઉકેલ લાવવામાં 'સકારાત્મક પ્રગતિ' થઈ છે. સાથે જ તેણએ મુદ્દાને સુરક્ષા પરિષદમાં લઈ જઈને 'ખોટું ઉદાહરણ' પ્રસ્તુત કરવા માટે અમેરિકા પર આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરક્ષા પરિષદની 1267 અલ-કાયદા પ્રતિબંધ સમિતિ અંતર્ગત અઝહરને બ્લેક લિસ્ટમાં સામે કરવાના ફ્રાન્સના પ્રસ્તાવનો ચીન દ્વારા વિરોધ કરાયાના બે અઠવાડિયા પછી અમેરિકાએ અઝહરને બ્લેક લિસ્ટમાં નાખવા, તેના પર પ્રતિબંધ મુકવા, તેના દ્વારા સંપત્તીના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ અને હથિયાર રાખવા પર પ્રતિબંધ લગાવા માટે 27 માર્ચના રોજ 15 રાષ્ટ્રોની શક્તિશાળી પરિષદમાં ફરીથી પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 


પાકિસ્તાનની ફરી અવળચંડાઈઃ ભારતના સુખોઈ અને મિરાજે ભગાડ્યા પાક.ના F-16 વિમાન


ચીને જૈશ પ્રમુખને વૈશ્વિક આતંકવાદી તરીકે યાદીમાં નાખવાની બાબતે વિરોધ કરવાના પોતાના પ્રયાસોનો ગયા અઠવાડિયે બચાવ કર્યો હતો અને અમેરિકાના એ આરોપનો ઈનકાર કર્યો હતો, કે તેની કાર્યવાહી હિંસક ઇસ્લામિક જૂથોને પ્રતિબંધોથી બચાવા જેવી છે. 


ચીનના જંગલમાં વિકરાળ આગઃ 30 ફાયર ફાઈટર્સનાં મોત, આગ બેકાબૂ


ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા જેંગ શુઆંગે અહીં સોમવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, "અઝહરને આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પછી ચીન વિવિધ પક્ષો સાથે સંપર્કમાં છે અને તેમાં સકારાત્મક પ્રગતિ મેળવી છે. અમેરિકા આ બાબત સારી રીતે જાણે છે."


અમેરિકાએ હવે મસૂદ અઝહર સામે કાર્યવાહી કરવા માટે પાકિસ્તાન પર દબાણ શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ચીન ચાર વખત મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા બાબતે પોતાનો વિરોધ વ્યક્ત કરી ચૂક્યું છે. 


વિશ્વના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...