Taliban એ દાનિશ સિદ્દીકીને જીવતા પકડ્યા હતા, ખબર પડી કે ભારતીય છે તો નિર્દયતાથી હત્યા કરી
પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં સુનિયોજિત રીતે હત્યા કરવામાં આવી હતી. તાલિબાને જાણી જોઈને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ચોંકાવનારો ખુલાસો એક અમેરિકી મેગેઝીને કર્યો છે.
વોશિંગ્ટન: પુલિત્ઝર પુરસ્કાર વિજેતા ભારતીય ફોટો જર્નાલિસ્ટ દાનિશ સિદ્દીકીની અફઘાનિસ્તાનમાં સુનિયોજિત રીતે હત્યા કરવામાં આવી હતી. તાલિબાને જાણી જોઈને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ચોંકાવનારો ખુલાસો એક અમેરિકી મેગેઝીને કર્યો છે. મેગેઝીને પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે દાનિશ સિદ્દીકીનું મોત અફઘાનિસ્તાનમાં કોઈ ગોળીબારીમાં ફસાઈને નહતું થયું. તાલિબાને સામાન્ય રીતે ઘાયલ થયેલા દાનિશને એક સ્થાનિક મસ્જિદ પર હુમલો કરીને પકડ્યો હતો અને ભારતીય તરીકે તેની ઓળખ થયા બાદ ક્રુરતાથી હત્યા કરી નાખી હતી.
War કવર કરી રહ્યા હતા
અમેરિકી મેકેઝીન વોશિંગ્ટન એક્ઝામિનર (Washington Examiner) એ ગુરુવારે એક પ્રકાશિત લેખમાં કહ્યું કે દાનિશ સિદ્દીકીનું કંધાર શહેરના સ્પિન બોલ્ડક જિલ્લામાં અફઘાન સૈનિકો અને તાલિબાન વચ્ચેના સંઘર્ષને કવર દરમિયાન મોત થયું હતું. તે સમયે તેઓ અફઘાન નેશનલ આર્મી ટીમ સાથે સ્પિન બોલ્ડક ક્ષેત્રના પ્રવાસે હતા. તેઓ પાકિસ્તાન સાથે લાગેલી સીમા ક્રોસિંગ પર નિયંત્રણ માટે અફઘાન ફોર્સ અને તાલિબાન વચ્ચે ચાલી રહેલા જંગને કવર કરવા માંગતા હતા.
સિદ્દીકીએ મસ્જિદમાં લીધી હતી શરણ
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ દરમિયાન અફઘાન નેશનલ આર્મીના કાફલા પર થયેલા હુમલાના કારણે સિદ્દીકીને છરા લાગ્યા અને તેઓ પોતાની ટીમ સાથે એક સ્થાનિક મસ્જિદમાં ગયા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર અપાઈ. જો કે જેવા એ ખબર ફેલાયા કે એક પત્રકાર મસ્જિદમાં છે કે તાલિબાને તરત જ ત્યાં હુમલો કર્યો. સ્થાનિક તપાસથી જાણવા મળ્યું છે કે તાલિબાને સિદ્દીકીની હાજરીને ધ્યાનમાં લેતા જ મસ્જિદ પર હુમલો કર્યો હતો.
Horrifying Video: પહેલીવાર જોવા મળ્યો આવો દુર્લભ બે મોઢાનો સાપ, કાચાપોચા ન જોતા આ વીડિયો
તસવીરોમાં સામે આવ્યું સત્ય
રિપોર્ટમાં કહેવાયું છે કે સિદ્દીકી તે સમયે જીવિત હતા જ્યારે તાલિબાને તેમને પકડ્યા હતા. તાલિબાને સિદ્દીકીની ઓળખ કરી અને ત્યારબાદ તેમને અને તેમની સાથે અન્ય લોકોને પણ મારી નાખ્યા. અમેરિકન એન્ટરપ્રાઈઝ ઈન્સ્ટિટ્યૂટમાં સીનિયર ફેલો માઈકલ રૂબીને પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે વ્યાપર રીતે પ્રસારિત એક તસવીરમાં સિદ્દીકીના ચહેરાને ઓળખ યોગ્ય દેખાડવામાં આવ્યો છે. જો કે મે ભારત સરકારના એક સૂત્ર દ્વારા મને અપાયેલી અન્ય તસવીરો અને સિદ્દીકીના મૃતદેહના વીડિયોની સમીક્ષા કરી. જેમાં જોવા મળ્યું કે તાલિબાને સિદ્દીકીના માથા પર હુમલો કર્યો અને ત્યારબાદ તેને ગોળીઓથી વિંધી નાખ્યો.
Video: અફઘાનિસ્તાનના કોમેડિયનનો મોત પહેલાનો 'છેલ્લો વીડિયો', જોઈને દુનિયા ચોધાર આંસુએ રડી
તાલિબાન કરે છે ઈન્કાર
US Magazine ના રિપોર્ટમાં કહેવાયું છે કે તાલિબાનનો હુમલો કરવાનો, સિદ્દીકીને મારવાનો અને તેના મૃતદેહને ક્ષત વિક્ષત કરવાનો નિર્ણય દર્શાવે છે કે તે યુદ્ધના નિયમો કે વૈશ્વિક સંધિઓનું સન્માન કરતા નથી. નોંધનીય છે કે સિદ્દીકીનો મૃતદેહ 18 જુલાઈની સાંજે દિલ્હી એરપોર્ટ પર લાગવવામાં આવ્યો હતો અને જામિયા મિલિયા ઈસ્લામિયાના કબ્રસ્તાનમાં તેમને સુપુર્દ એ ખાક કરવામાં આવ્યા હતા. આ અગાઉ તાલિબાને અનેકવાર દાનિશ સિદ્દીકીની હત્યામાં પોતાની કોઈ ભૂમિકા હોવાનો ઈન્કાર કર્યો છે. જો કે આ રિપોર્ટ પર હજુ સુધી તાલિબાનની કોઈ પ્રતિક્રિયા આવી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube