Video: અફઘાનિસ્તાનના કોમેડિયનનો મોત પહેલાનો 'છેલ્લો વીડિયો', જોઈને દુનિયા ચોધાર આંસુએ રડી
અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાનની ક્રુરતાનો સિલસિલો થમતો જોવા મળતો નથી. આતંકી સંગઠને અફઘાનિસ્તાનના મશહૂર કોમેડિયન નઝર મોહમ્મદ ખાશાની ક્રુરતાથી હત્યા કરી નાખી અને હવે ઘટનાને અંજામ આપતા પહેલા લેવાયેલો એક વીડિયો સામે આવ્યો છે.
Trending Photos
કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) માં તાલિબાનની ક્રુરતાનો સિલસિલો થમતો જોવા મળતો નથી. આતંકી સંગઠને અફઘાનિસ્તાનના મશહૂર કોમેડિયન નઝર મોહમ્મદ ખાશાની ક્રુરતાથી હત્યા કરી નાખી અને હવે ઘટનાને અંજામ આપતા પહેલા લેવાયેલો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તાલિબાની આતંકીઓ નઝરને મારતા જોવા મળી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ આ દરમિયાન નઝર તેની જિંદગીની છેલ્લી મજાક પણ કરે છે અને મરતા મરતા તાલિબાનને જવાબ આપે છે. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ દુનિયા આઘાતમાં છે.
નજરના મોતની ખબરો અનેક દિવસોથી સામે આવી રહી હતી અને પરિવારે હત્યાનો આરોપ તાલિબાન (taliban) પર લગાવ્યો હતો. હવે સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ગાડીની અંદર બેઠેલા નઝરને કોઈ થપ્પડ મારી રહ્યું હતું. તેમના હાથ બાંધેલા હતા અને અનેક તાલિબાની આતંકીઓએ તેમને ઘેર્યા હતા. રિપોર્ટ્સ મુજબ ત્યારબાદ તેમને ઝાડ સાથે બાંધવામાં આવ્યા અને પછી ગળું ચીરીને હત્યા કરી નાખવામાં આવી. એ સ્પષ્ટ નથી કે અપહરણ કર્યા બાદ તેમની હત્યા ક્યારે કરાઈ.
Shocking video, Kandahari comedian, Khasha Zwan was arrested by the Taliban, Slapping him inside the car and then killed him. #comedian #Afganistan #Khasha pic.twitter.com/in3TICLKro
— Jacob Mathew (@Jacobmathewlive) July 27, 2021
સ્થાનિક મીડિયા મુજબ ગત ગુરુવારે નઝરને તેમના ઘરમાંથઈ બહાર લઈ જવાયા અને પછી આ ક્રુરતા આચરવામાં આવી. તેઓ પહેલા કંધાર પોલીસમાં કામ કરતા હતા. વોશિંગ્ટન પોસ્ટ મુજબ નઝર તાલિબાની આતંકીઓના ચુંગલમાં ફસવા છતાં ડર્યા નહીં અને પોતાના જીવનની છેલ્લી મજાક કરે છે. તેઓ કહે છે કે તેમના અપહરણકર્તાઓની મૂંછો પાછળની બાજુ છે.
This video shows the moment, Kandahari comedian, Khasha was arrested by the Taliban, Slapping him inside the car and then killed him. pic.twitter.com/E642Y52uto
— Tajuden Soroush (@TajudenSoroush) July 27, 2021
ઘટના બાદથી તાલિબાનની અમાનવીયતા પર આખી દુનિયા આઘાતમાં છે. આ અગાઉ ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યાનો આરોપ પણ તાલિબાન પર લાગ્યો છે. બીજી બાજુ તેણે બંને આરોપો ફગાવ્યા છે અને કહ્યું કે દાનિશ દુશ્મનોના જૂથમાં હતા અને તેમને ખબર નથી કે તેમને કોણે ગોળી મારી જ્યારે અફઘાન સેનાનો આરોપ છે કે તાલિબાને દાનિશના મૃતદેહ સાથે બર્બરતા પણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે