વોશિંગટનઃ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે H-1B વિઝા અંતર્ગત નોકરીએ રાખવામાં આવતા કર્મચારીઓ માટેના નિયમો અત્યંત કડક કરી નાખ્યા છે. નવા નિયમો મુજબ હવેથી જે કંપની વિદેશી કર્મચારીઓને પોતાને ત્યાં નોકરી રાખવા માટે H-1B વિઝા અંતર્ગત અરજી દાખલ કરશે તેણે તેના ત્યાં અગાઉથી કેટલાક વિદેશી કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેની સંખ્યા દર્શાવવાની રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

H-1B વિઝા ભારતીય આઈટી પ્રોફેશનલ્સમાં અત્યંત લોકપ્રિય છે. આ નોન-ઈમિગ્રન્ટ વિઝામાં અમેરિકાની કંપનીને ટેક્નીકલ અને થિયોરિટીકલ જરૂરિયાત માટે જે-તે ક્ષેત્રનાં વિદેશી વિશેષજ્ઞોને તેમનાં ત્યાં કર્મચારી તરીકે રાખવાની મંજૂરી આપવામાં આવેલી છે. 


અમેરિકાના કામદાર વિભાગ દ્વારા હવે વિદેશી કર્મચારી માટે H-1B વિઝાની માગણી કરતી કંપનીએ સૌથી પહેલા તેની અરજીની સરકારના આ વિભાગ પાસેથી મંજૂરી મેળવવાની રહેશે. 


વિભાગ પ્રમાણપત્ર આપશે કે આ વિશેષ પદ માટે એક પણ સ્વદેશી કર્મચારી ઉપલબ્ધ નથી અને આથી જે-તે કંપની H-1B વિઝા કેટેગરી અંતર્ગત વિદેશી કર્મચારીને તેના ત્યાં નોકરી કરવા માટે બોલાવી શકે છે. 


અમેરિકાની ભારતને દિવાળી ભેટઃ પ્રતિબંધ છતાં ઈરાન પાસેથી ખરીદી શકશે ક્રૂડ ઓઈલ


હવે, નવા વિદેશી કર્મચારીનીને H-1B  વિઝા અંતર્ગત નોકરીએ રાખતા પહેલા કંપનીએ સરકારના કામદાર વિભાગને કેટલીક વિગતો ફરજિયાતપણે આપવાની રહેશે. જેના અંતર્ગત તેના ત્યાં H-1B વિઝા ધરાવતા કર્મચારીઓની કેટલી સંખ્યા છે, તેમની સ્થિતી કેવી છે, ટૂંકા ગાળા માટે કેટલા કર્મચારીની નિમણૂક કરાઈ છે અને H-1B વિઝા અંતર્ગત તે બીજા કેટલા કર્મચારીની નિમણૂક કરવા માગે છે. 


આ સાથે જ H-1B વિઝા અંતર્ગત કામ કરતા કર્મચારીની ગૌણ જવાબદારીઓ અને H-1B વિઝા અંતર્ગત કામ કરતા કર્મચારીની નવા કર્મચારીને રાખવા માટે એ બાબતે મંજૂરી કે તેની પાસે પુરતું શિક્ષણ એટલે કે માસ્ટર્સ ડિગ્રી નથી, સાથે જ આવી મંજુરી આપતા જે-તે કર્મચારીની ડિગ્રીના દસ્તાવેજ પણ રજૂ કરવાના રહેશે. 


નવા ફોર્મમાં કંપનીએ તેણે અરજીમાં જે સ્થળ માટે નવા વિદેશી કર્મચારીની ભરતી કરવાની તૈયારી દર્શાવી છે ત્યાં પહેલાથી કેટલા વિદેશી કર્મચારીઓ કામ કરી રહ્યા છે તેની વિગતો પણ ભરવાની રહેશે. 


જન્મજાત નાગરિક્તાના અધિકારે 'બર્થ ટૂરિઝમ' ઉદ્યોગ ઊભો કર્યો છેઃ ટ્રમ્પ


આ અંગેની જાહેરાત ફોરેન લેબર સર્ટિફિકેશન્સ વેબસાઈટ પર ટૂંક સમયમાં જ જાહેરાત કરાશે કે ત્યાં ક્યારથી નવા ફોર્મ ઉપલબ્ધ બનશે. 


ઉલ્લેખનીય છે કે, 2017થી જ ટ્રમ્પ સરકાર વિઝા ફ્રોડ અને શોષણ અટકાવવા કડક પગલાં લઈ રહ્યું છે. તે અમેરિકાના કર્મચારીઓને આ પ્રકારની કોઈ પણ ફરિયાદ કરવા માટે પણ પ્રોત્સાહિત કરી રહી છે. 


હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અનુસાર H-1B વિઝા અંતર્ગત અરજી કરવાના ફોર્મમાં કરવામાં આવેલું ફોર્મ તદ્દન નવું જ પગલું છે. સરકાર છેલ્લા ઘણા સમયથી વિદેશી કર્મચારીઓને દેશમાં પ્રવેશતા અટકાવવા માટે વિવિધ પગલાં ભરી રહી છે.